નેશનલમનોરંજન

જોઈ લો, ભોજપુરી અભિનેત્રીએ આ બોલ્ડ અંદાજમાં વીતાવ્યો સનડે!

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, તેમાંય વળી તેના બોલ્ડ દેખાવ માટે જાણીતી છે. આજે રવિવારના રજાના દિવસે બોલ્ડ અંદાજમાં મજા માણતી જોવા મળી હતી. હાલમાં જ તેણે બ્લેક બિકિનીમાં ફોટો સેશન કરાવ્યું હતું, જે ગણતરીના કલાકોમાં જોરદાર વાઈરલ થયા હતા, જ્યારે તેના બોલ્ડ અવતારમાં લોકોએ તેને વખાણી પણ હતી. મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું હતું સનડે, રેસ્ટ ડે, સન્ગલ ડે, હેપ્પી ડે. ફ્લાવર પ્રિન્ટના આઉટફીટમાં બ્લેક બિકિનીમાં જોવા મળી હતી. ખુબસુરતથી લઈને હજારો લોકોએ તેના પર કમેન્ટ આપી હતી.

આ અગાઉના દિવસે પણ મોનાલિસાએ સફેદ આઉટફિટમાં ફોટોગ્રાફ શેર કર્યા હતા, જેમાં વ્હાઈટ રંગના ગાઉનના બોલ્ડ અંદાજવાળા ફોટોગ્રાફ જોરદાર વાઈરલ થયા હતા, જેમાં મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું હતું લિટલ વ્હાઈટ ડ્રેસ. જોકે, મહત્ત્વની વાત જણાવી દઈએ કે મોનાલિસાને સફેદ રંગ વિશેષ પસંદ છે. ગઈકાલે જ પોસ્ટ કરેલા ફોટોગ્રાફમાં મોનાલિસા ખુલ્લા વાળમાં મિનિમમ મેકઅપ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે 40 વર્ષની ઉંમરમાં પણ મોનાલિસા પોતાની જાતને એકદમ ફિટ અને મેન્ટેન રાખે છે અને એ અંદાજને પણ સોશિયલ મીડિયા પર અચૂક શેર કરે છે, તેના બોલ્ડ ફોટોશૂટને લઈને લાખો ચાહકો તેના દિવાના છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે તેના ઇન્સ્ટાગ્રામ પર 5.4 મિલિયન ફોલોઅર્સ છે.



મોનાલિસા સિરિયલ અને ઓટીટીના પ્લેટફોર્મ પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ લૂક સિવાય લેટેસ્ટ લૂક માટે પણ લોકોમાં જાણીતી બની છે. સલમાન ખાનના લોકપ્રિય શો બિગ બોસની સિઝન દસમાં જોવા મળેલી મોનાલિસા ક્લાસિકલ ડાન્સર અને અભિનેત્રી પણ છે.

ભોજપુરી ફિલ્મોમાં કામ કરવા સિવાય બંગાલી ઓટીટી સિરીઝમાં પણ યોગદાન આપી ચૂકી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button