‘ક્લાસી’ અંજલીનો જોઈ લો બોલ્ડ અવતાર

મુંબઈઃ નેવુંના દાયકામાં બબલી ગર્લ એટલે કુછ કુછ હોતા હૈની અંજલી (ટોમબોય)ના પાત્રથી પણ જાણીતી બનેલી અભિનેત્રી કાજોલની હજુ પણ જોરદાર બોલબોલા છે. તાજેતરમાં એવોર્ડ્સ સામેલ થવાની સાથે કાજોલના હોટ ડ્રેસ પહેરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી છે, જ્યારે તેની આ બોલ્ડ અવતારે લોકોનું મન મોહી લીધું છે.

કહેવાય છે કે ફિલ્મી ઈન્ડસ્ટ્રીથી કાજોલ અત્યારે દૂર રહે છે, પરંતુ સોશિયલ મીડિયા પર જોરદાર એક્ટિવ રહે છે. કાજોલ હંમેશાં ટ્રેડિશનલ લૂકમાં જોવા મળતી હોય છે, જેમાં તાજેતરમાં દુર્ગા પૂજાના પંડાલમાં પણ સાડીમાં જોવા મળી હતી.
આમ છતાં સાડી નહીં, પરંતુ જોરદાર બોલ્ડ અવતારમાં કાજોલને જોઈને લોકો ચોંકી ગયા હતા, જ્યારે ચાહકોના તો હોશ ઉડી ગયા હતા. એવોર્ડમાં જોયા પછી કાજોલે તેના ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટને પોસ્ટ કરી છે.

બ્લેક આઉટફીટના અંદાજે સોશિયલ મીડિયા પર આગ લગાવી છે, જેમાં બ્લેક કલરના બોડીકોન ડીપનેક ડ્રેસમાં એકદમ સેક્સી લાગે છે. કાજોલે સ્ટ્રેટ ઓપન હેર, ડાયમંડ ઈયરિંગ્સ અને સ્મોકી આઈઝની સાથે ન્યૂડ મેકઅપમાં એકદમ સ્ટનિંગ લાગે છે.

કાજોલ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો લોકોને પણ જોરદાર ગમી છે, જેમાં એક-એક કરીને અલગ અલગ પોઝ આપ્યા છે. કાજોલે લાંબી લચક કેપ્શનમાં લખ્યું ધેર ઈઝ ઓલવેઝ ફર્સ્ટ ટાઈમ ફોર એવરીથિંગ…સાત કલાક પહેલા પોસ્ટ કરેલ ફોટોગ્રાફને લાખો લોકોએ લાઈક કરવાની સાથે હજારો લોકોએ કમેન્ટ પણ કરી છે.

તેના બોલ્ડ અવતાર અંગે લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી, જેમાં એક યૂઝરે તો કાજોલ દિલ કી રાણી લખી નાખ્યું છે. જાણીતા અભિનેતા, અભિનેત્રીઓને પણ તેનો લૂક ગમ્યો છે, જ્યારે અનેક લોકોએ તેને શુભકામના આપી છે.

49 વર્ષની કાજોલની ઘરગૃહસ્થી તો સૌકોઈ વાકેફ છે, જ્યારે તેની ફિલ્મી દુનિયાથી વાકેફ હશો, પરંતુ દિલ વાલે દુલ્હનિયાં લે જાયેંગે કહો કે પછી કુછ કુછ હોતા હૈની ટોમબોય અંજલીથી કાજોલ વધુ જાણીતી બની હતી.

પતિ મહાશય અજય દેવગન અને દીકરાના કારણે પણ કાજોલ ચર્ચામાં રહે છે, જ્યારે ઓટોટી પર પણ તેની વિધિવત એન્ટ્રી કર્યા પછી તાજેતરમાં તેને ઓટીટી પ્લે એવોર્ડસના વિનર લિસ્ટમાં તેનું નામ હતું. હિન્દી વેબ સિરીઝ ધ ટ્રાયલ માટે બેસ્ટ ઓટીટી ડેબ્યૂ એવોર્ડ મળ્યો છે. આ પુરસ્કાર મળ્યા પછી કાજોલે પણ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી હતી.

બોલીવુડના કુલ કપલ તરીકે જાણીતા કાજોલ અને અજય દેવગન પણ બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, જેમાં ઈન્સ્ટાગ્રામ પર કાજોલના 15 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે પતિ મહાશયના 11 મિલિયન જેટલા ફોલોઅર્સ છે.