ટીવીના ટોપ ટેન કલાકારોની યાદી જાહેર: જાણો કોણ છે નંબર વન અને કોણે મારી બાજી? | મુંબઈ સમાચાર
મનોરંજન

ટીવીના ટોપ ટેન કલાકારોની યાદી જાહેર: જાણો કોણ છે નંબર વન અને કોણે મારી બાજી?

મુંબઈઃ ટેલિવિઝન (ટીવી) જગતના ટોચના કલાકારોની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં ‘અનુપમા’, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કુમકુમ ભાગ્ય’ના સ્ટાર્સે બાજી મારી છે. જાણો આ યાદીમાં કોને કયું સ્થાન મળ્યું છે.

samridhii shukla yeh rishta kya kehlata hai

આ યાદીમાં પહેલા નંબરે સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેત્રી સમૃદ્ધિ શુક્લા છે. તેણે દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, જ્યારે આ યાદીમાં બીજા નંબરે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના રોહિત પુરોહિત છે.

‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ટોપ 10ની યાદીમાં ત્રીજા નંબરે છે. જયારે ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી પ્રણાલી રાઠોડ ચોથા નંબર પર છે.

kumkum bhagya namik paul

ટીવી સીરિયલ ‘કુમકુમ ભાગ્ય’ ફેમ એક્ટર નમિક પોલનું નામ આ યાદીમાં પાંચમા નંબરે છે. ‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ ફેમ અભિનેત્રી ભાવિકા શર્માને આ યાદીમાં છઠ્ઠું સ્થાન મળ્યું છે.

param singh ghum hai kisikey pyaar mein

‘ગુમ હૈ કિસીકે પ્યાર મેં’ ફેમ અભિનેતા પરમ સિંહ સાતમાં સ્થાને છે. લાફ્ટર શેફ્સમાં જોવા મળેલી રૂબીના દિલૈકને આઠમું સ્થાન મળ્યું છે. આ અભિનેત્રી હજુ પણ દર્શકોની ચહીતી છે. તેણે બિગ-બોસ, ખતરોં કે ખિલાડી જેવા શોમાં ધમાલ મચાવી હતી.

ayesha singh mannat serial

ટીવી સીરિયલ ‘મન્નત’ ફેમ અભિનેત્રી આયેશા સિંહે યાદીમાં નવમું સ્થાન મેળવ્યું છે. દસમા નંબર પર હિબા નવાબ છે, જેણે ઝનક સિરિયલ દ્વારા લાખો લોકો દિલોમાં સ્થાન બનાવ્યું હતું.

Back to top button