દેશની ટોચની 10 અભિનેત્રીની યાદી જાહેર, કોણ દીપિકા-આલિયા કરતા છે આગળ?

આજકાલ બોલીવુડ અને ટોલિવુડની ફિલ્મોમાં કોણ કોનાથી ચડિયાતું છે તેની ચર્ચા દરેક નવી ફિલ્મની રિલીઝ વખતે થતી હોય છે. એક પછી એક બ્લોકબસ્ટર અને રેકોર્ડબ્રેક કમાણી કરીને દક્ષિણની ફિલ્મો ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છવાઈ ગઈ છે. તેની સામે હિન્દીમાં રિલીઝ થતી દસમાંથી એક ફિલ્મ માંડ સારું કમાય છે. તેથી બંને ઇન્ડસ્ટ્રીના અભિનેતાઓ અને અભિનેત્રીઓની સરખામણી પણ હવે થવા લાગી છે.
જ્યારે લોકપ્રિય અભિનેત્રીઓની વાત આવે છે, ત્યારે આપણા માટે સૌથી પહેલા નામ આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અથવા કેટરિના કૈફનું આવે છે. પરંતુ તાજેતરનો અહેવાલ કંઈક બીજું જ કહે છે. ઓરમેક્સ મીડિયાએ માર્ચ મહિના માટે ભારતની 10 સૌથી લોકપ્રિય મહિલા સ્ટાર્સની યાદી બહાર પાડી છે. આ યાદીમાં, દક્ષિણ સુંદરીઓએ બોલિવૂડ અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.
આ પણ વાંચો: દુનિયાની સૌથી મોંધી ચાઈલ્ડ આર્ટિસ્ટ કોણ છે, એટલી ફી લે છે બોલીવુડની અભિનેત્રીઓ શરમાઈ જશે…

ભારતની 10 સૌથી લોકપ્રિય મહિલા સ્ટાર્સની નવીનતમ યાદીમાં સામંથા પ્રભુ ટોચ પર છે. આલિયા ભટ્ટ બીજા સ્થાને અને દીપિકા પાદુકોણે ત્રીજા સ્થાને રહી છે. આ યાદીમાં 10 નામોમાંથી ફક્ત ત્રણ બોલીવુડની અભિનેત્રી છે.

આલિયા અને દીપિકા ઉપરાંત આ યાદીમાં ત્રીજું નામ કેટરિના કૈફનું છે જે 10મા નંબરે છે. કાજલ અગ્રવાલ આ યાદીમાં ચોથા નંબરે છે જ્યારે રશ્મિકા મંદાના પાંચમા નંબરે છે. સાઈ પલ્લવીએ છઠ્ઠું સ્થાન મેળવ્યું છે અને ત્રિશા કૃષ્ણને સાતમું સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત, નયનતારા આઠમા સ્થાને છે અને અનુષ્કા શેટ્ટી નવમા સ્થાને છે.
આ પણ વાંચો: કર્વી ફિગર ફ્લોન્ટ 51 વર્ષની આ અભિનેત્રીના ફોટો જોશો તો છૂટી જશે પસીના…
સામંથા પ્રભુનું નામ નંબર વન પર જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. એક ચાહકે લખ્યું છે – ‘સામંથા કોઈ પણ ફિલ્મ વિના પણ હંમેશાં ટોચ પર રહે છે, તે વાસ્તવિક મહિલા સુપરસ્ટાર છે.’ કેટલાક લોકો રશ્મિકા મંદાનાને શ્રેષ્ઠ ગણાવે છે, તો કેટલાક યુઝર્સ નયનતારાના વખાણ કરી રહ્યા છે.
અન્ય વાત જણાવી દઈએ કે ઓરમેક્સ મીડિયાએ ભારતના ટોચના 10 પુરુષ સ્ટાર્સની યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં પણ દક્ષિણના એક અભિનેતાએ જીત મેળવી છે. ટોચના 10 લોકપ્રિય સ્ટાર્સની યાદીમાં પ્રભાસનું નામ પ્રથમ ક્રમે છે. આ પછી થલાપતિ વિજય, અલ્લુ અર્જુન, શાહરૂખ ખાન, મહેશ બાબુ અને અજિત કુમાર જેવા સ્ટાર્સના નામ છે.