Big Boss 19: અનુપમાના અનુજ સહિત આ સેલિબ્રિટીના નામ થયા ફાયનલ

સલમાન ખાનના એંકરિંગને લીધે ટૉપ ચાર્ટમાં પહોંચતા બિગ બૉસ રિયાલિટી શૉની નવી સિઝનની જાહેરાત થઈ ચૂકી છે. 24મી ઑગસ્ટે બિગ બૉસ સિઝન 19નું પ્રિમિયર થવાનું છે. આ શૉમાં બિગ બૉસના ઘરમાં રહેનારા તોફાની મહેમાનોની યાદી બહાર આવી છે, જેમાં ઘણા ચોંકાવનારા નામ છે.

સૌથી પહેલું નામ ગૌર ખન્નાનું છે. અભિનેતા ગૌરવ અનુપમામાં અનુજનું પાત્ર કરી ખૂબ જ ફેમસ થઈ ગયો છે અને તેનું જબરજસ્ત ફેનફોલોઈંગ છે.

Anupama ઉપરાંત ગૌરવ સેલિબ્રિટી માસ્ટરશેફ ઇન્ડિયા માં પણ ભાગ લીધો હતો. ગૌરવનો મોટો ચાહક વર્ગ છે અને તે અન્ય સ્પર્ધકોને ટક્કર આપશે તેમ લાગી રહ્યું છે. ગૌરવે બિગ બૉસમાં ભાગ લેવા તગડી રકમ લીધી હોવાનું પણ કહેવાય છે.
ગૌરવ જેટલું જ ફેમસ નામ છે અભિનેત્રી અશ્નૂર કૌરનું. અશ્નૂર પણ બિગ બૉસ 19માં દેખાવાની હોવાનું કહેવાય છે. . આ તેની કારકિર્દીનો પહેલો રિયાલિટી શો હશે. અશ્નૂરના પરિવારે તેને બિગ બોસના ઘરમાં સંભાળીને રહેવા કહ્યું છે. તેવી જ રીતે, પરિવારે નિર્માતાઓ પાસે માંગ કરી છે કે અશ્નૂરને નકારાત્મક રીતે ન બતાવવામાં આવે.
આ ઉપરાંત, કન્ટેન્ટ ક્રિએટર્સ અને રિયલ-લાઇફ કપલ અવેજ દરબાર અને નગ્મા મિરાજકર પણ બિગ બોસના ઘરમાં પ્રવેશવા જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના છૂટાછેડા અંગે ઘણી ચર્ચા ચાલી રહી હતી. દર્શકો માટે તેમને બિગ બોસના ઘરમાં એક જ છત નીચે રહેતા જોવાનું રસપ્રદ રહેશે. ટીવી કલાકારો બશીર અલી, અભિષેક બજાજ, હુનર હાલે અને શફર નાઝ પણ બિગ બોસ 19 માં ભાગ લેશે. અભિષેક, હુનર અને શફાક પહેલીવાર કોઈ રિયાલિટી શોમાં ભાગ લઈ રહ્યા છે. શફાકની બહેન ફલક નાઝ બિગ બોસ OTT 2 માં જોવા મળી હતી. બશીર અલી અગાઉ રોડીઝ, સ્પ્લિટ્સવિલા અને એસ ઓફ સ્પેસ જેવા શોમાં જોવા મળી ચૂક્યા છે. જાણવા મળ્યું છે કે રોડીઝ અને સ્પ્લિટ્સવિલા માં ભાગ લેનારા સિવેત તોમર અને ખાનક વાઘનાનીએ બિગ બૉસના ઘરના મહેમાન બન્યા છે.
ગેમિંગ વિડીયો નિર્માતા પાયલ ધારે, લેખક અને અભિનેતા ઝીશાન કાદરી, યુટ્યુબર મૃદુલ તિવારી, શહનાઝ ગિલના ભાઈ શાહબાઝ બદેશા પણ બિગ બોસના ઘરમાં જોવા મળશે. આ ઉપરાંત, ‘ન્ડિયન આઇડલ 5’અને બિગ બોસ તેલુગુ 5 ના રનર-અપ શ્રીરામ ચંદ્રા, બિગ બોસ મરાઠી ફેમ અરબાઝ પટેલ, અનુપમાની અભિનેત્રી અભિનેત્રી નિધિ શાહ અને કન્ટેન્ટ ક્રિએટર કિરક ખાલા ઉર્ફે પ્રિયા રેડ્ડી, રેપર જોડી સદ્દી મૌત, સામાજિક કાર્યકર અતુલ કિશન અને વકીલ અલી કાશિફ ખાનને પણ આ શો ઓફર કરવામાં આવ્યો છે.
છતાં ફાઈનલ ચહેરાઓ તમને ચાર દિવસમાં જ 24મીએ જોઈ શકશો. આ શૉ હંમેશાં વિવાદોમાં રહ્યો છે અને વિવાદો જ આ શૉની ટીઆરપી વધારે છે તેમ માનવામાં આવે છે, પરંતુ એક મોટો વર્ગ ટીવીમાં બાળકો-પરિવારો સાથે બેસી આ શૉ જોવા જેવો ન હોવાની ફરિયાદ કરે છે અને આવા શૉ ટીવી પર ન બતાવવામાં આવે તેવી માગણી પણ તેમની હોય છે.
આપણ વાંચો: તારક મહેતા…માંથી હવે મિસિસ હાથી પણ બહારઃ જાણો અભિનેત્રીએ શું કહ્યું