હવે આ બી-ટાઉનના એક્ટરે સાઉથની ફિલ્મોમાં કર્યું ડેબ્યુ…

હાલમાં બોક્સ ઓફિસ પર બોલીવૂડની ફિલ્મ ગણપત ભલે સારું પ્રદર્શન ના કરી રહી હોય તો પણ સાઉથની એક્શન ફિલ્મો તો ધમાલ મચાવી રહી છે. લિયો અને ભગવંત કેસરી સાઉથની બે એવી ફિલ્મો છે કે જે સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી છે.
રસપ્રદ વાત તો એ છે બંને ફિલ્મોમાં વિલનની ભૂમિકા બી-ટાઉનના સ્ટારે નિભાવી છે. લિયોમાં વિલન તરીકે સંજય દત્ત છે જ્યારે ભગવંત કેસરીથી અર્જુન રામપાલે તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે. ફિલ્મમાં તેનો અંદાજ, લૂક અને એક્ટિંગ ત્રણે વસ્તુ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર 25 કરોડ રૂપિયાની ઓપનિંગ પણ કરી હતી.
ભગવંત કેસરી નવરાત્રિ અને દશેરા પર રિલીઝ થઈ છે એટલે આ ફિલ્મને એનો જોરદાર ફાયદો મળી રહ્યો છે. આ ફિલ્મમાં નંદમૂરી કૃષ્ણા લીડ રોલમાં છે, પણ અર્જુન રામપાલનો સાઉથમાં ડેબ્યુ એક શાનદાર ઘટના છે.
ફિલ્મની ખાસ વાત છે ડાયલોગ્સ અને એમાં અર્જુન રામપાલના ડાયલોગ. અર્જુને ફિલ્મ માટે ડાયલોગ ખુદ તેલુગુમાં ડબ કર્યા છે. અર્જુનના લૂકની સાથે સાથે તેના એન્ટી હીરો રોલના લેયર્સે સાઉથમાં તેનો એક નવો ચાહકવર્ગ ઊભો કરી દીધો છે. આ ફિલ્મમાં અર્જુન એક ક્રુર ડોનની ભૂમિકામાં છે અને એનો સામનો ભગવંત કેસરી સાથે થાય છે. આ ભૂમિકાને કારણે ચારેબાજું અર્જુનની પ્રશંસા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે બી-ટાઉનમાં પણ અર્જુને હીરોની સાથે સાથે વિલનના રોલ પણ નિભાવ્યા છે. પરંતુ સાઉથમાં પોતાની એક શાનદાર શરૂઆતથી તેણે ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધાછે. મળી રહી માહિતી પ્રમાણે આ શાનદાર ડેબ્યુ બાદ અન્ય ત્રણ ફિલ્મો માટે તેની સાથે વાત-ચીત ચાલી રહી છે. જો બધું બરાબર રહેશે તો સાઉથમાં અર્જુન લાંબી ઈનિંગ્સ રમતો જોવા મળશે.