એક તો આટલી સુંદરતા અને ઉપરથી સાદગી: Nita Ambaniને મળીને લાલપુર ની બહેનો ખુશ ખુશ | મુંબઈ સમાચાર
મનોરંજન

એક તો આટલી સુંદરતા અને ઉપરથી સાદગી: Nita Ambaniને મળીને લાલપુર ની બહેનો ખુશ ખુશ

Lalpur: Jamnagar નજીક આવેલા લાલપુર ખાતે ટોચના ઉદ્યોગપતિ Mukeshઅંબાણીના પત્ની નીતા અંબાણી આવ્યા ત્યારે અહીંની બહેનોનો આનંદ સમાતો ન હતો. નીતા અંબાણી ખુબ જ સરસ મજાની પિંક કલરની બાંધણી પહેરીને આવ્યા હતા અને હંમેશા ની જેમ જાજરમાન ગુજરાતણ લાગતા હતા, પરંતુ આ કરતાં તેમની સાદગી સૌને સ્પર્શી ગઈ હતી. નીતા અંબાણીએ બહેનો સાથે ખુબ જ સારી રીતે વાત કરી હતી. કેમ છો ,જય શ્રી કૃષ્ણ, અહીંયા જ રહો છો વગેરે એ જે કહેતા હતા તેમાં ક્યાંય અંબાણી પરિવારની વહુનો વટ નહતો દેખાતો પરંતુ માત્ર એમની નમ્રતા જોવા મળતી હતી. તેઓ લાલપુરમાં આવેલા બાંધણી કેન્દ્રની મુલાકાતે આવ્યા હતા. આ દરમ્યાન તેમણે બહેનો બાંધણીનું કામ કેવી રીતે કરે છે તેનું નિરીક્ષણ કરી બહેનો સાથે વાતચીત કરી હતી.

લાલપુરમાં ચાર થાંભલા પાસે આવેલા બાંધણી કેન્દ્રમાં ઘણાં વર્ષોથી બહેનો દ્વારા બાંધણીનું કામ કરવામાં આવી રહ્યું છેે.​​​​​​​કેન્દ્રમાં બહેનોને આ કામગીરી કઈ રીતે કરે છે તેનું નિરીક્ષણ કરવા માટે દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ કંપનીના વડા મુકેશ અંબાણીના પત્ની નીતાબેન અંબાણી સોમવારે મોડી સાંજે લાલપુર આવી પહોંચ્યા હતાં. જયાં તેમનું અદકેરૂં સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેમણે કેન્દ્રમાં બહેનો દ્રારા બાંધણી બાંધવાનું તેમજ અન્ય ભરતકામ કેવી રીતે કરવામાં આવે છે તેનું નિરીક્ષણ કરી બહેનો સાથે વાતો કર્યો હતો. નીતાબેન અંબાણી બાંધણી કેન્દ્રની મુલાકાતે આવતા બહેનોમાં ભારે આનંદની લાગણી ફેલાઇ હતી. માર્ચ મહિનામાં જ Mukesh અંબાણી અને Nitaઅંબાણીના નાના દીકરા અનંતના લગ્ન છે. આ લગ્ન જામનગર ખાતે જ યોજવામાં આવ્યા છે. કહેવાની જરૂર નથી કે આ લગ્નમાં દેશ-વિદેશના મોટા મહેમાનોની હાજરી હશે અને આ ત્રણ દિવસ દરમિયાન જામનગરના આંગણે ઢોલ શરણાઈ સાથે ફિલ્મી સિતારા, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, ક્રિકેટરોની ચહલ પહલ જોવા મળશે.

Back to top button