મનોરંજન

લલિત મોદીએ વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યા લગ્નમાં હાજરી આપી

ભારતમાં ભાગેડુ જાહેર કરાયેલા વિજય માલ્યા(Vijay Malya)ના દીકરા સિદ્ધાર્થ માલ્યા લગ્નનો સમારોહ યુકેમાં યોજાયો હતો, આ સમારોહ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ ચેરપર્સન લલિત મોદી(Lalit Modi)જોવા મળ્યા હતા, નોંધનીય છે કે લલિત મોદીને પણ ભારતમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ‘આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા’ જેવો ઘાટ સર્જાયો હતો.

સિદ્ધાર્થ માલ્યા અને જાસ્મિન વિજય માલ્યાની લક્ઝુરિયસ એસ્ટેટ હર્ટફોર્ડશાયર ખાતે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમણે ક્રિશ્ચિયન રીવાજ મુજબ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ હિંદુ રીવાજ મુજબ પણ લગ્ન સમારોહ યોજાયો હતો.

વરરાજા સિદ્ધાર્થના પિતા વિજય માલ્યા ભારતમાં વોન્ટેડ છે કારણ કે તે રૂ.900 કરોડથી વધુની લોન છેતરપિંડીના કેસમાં આરોપી છે, જ્યારે લલિત મોદી પર ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ, અન્ય કેસોમાં આરોપ લાગ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો.

IPL 2010 પછી તરત જ લલિત મોદીને BCCIમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેમના પર ગેરવર્તણૂક અને નાણાકીય વ્યવહારોમાં અનિયમિતતાના આરોપ લગાવવામાં આવ્યા હતા. ભારતીય BCCIએ આરોપ લગાવ્યો હતો કે IPL ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કામ કરતા લલિત મોદીએ વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રૂપ (WSG) ના અધિકારીઓ સાથે મળીને ₹753 કરોડની છેતરપિંડી કરી હતી.

સિદ્ધાર્થ માલ્યા અને જાસ્મિનના મિત્રો અને પરિવારજનોએ ઉજવણીમાં સમારોહમાં હાજરી આપી હતી. કેટલીક વિડીયો ક્લિપ્સમાં વિજય માલ્યા તેના પુત્ર સાથે જોવા મળે

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ