
જ્યારથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની યાત્રા કરી છે ત્યારથી આ ટાપુ દુનિયાભરમાં ટ્રેન્ડ કરવામાં લાગ્યો છે અને દુનિયાભરમાં લોકો એની જ વાતો કરી રહ્યા છે. Prime Minister Narendra Modiની જેમ જ અનેક બોલીવૂડ સેલેબ્સ પણ આ જગ્યાનું નામ લઈને ટુરિઝમને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને બોલીવૂડના સેલેબ્સ લોકોને ફોરેનમાં ટૂર કરવા કરતાં ભારતની જગ્યાઓને એક્સ્પ્લોર કરીને ઈન્ડિયન ટુરિઝમને પ્રોત્સાહન આપવાની વાત કરી રહ્યા છે.
હાલમાં જ Prime Minister Narendra Modiએ લક્ષદ્વીપ એક્સ્પ્લોર કર્યું હતું અને ત્યારથી જ એની ખાસ્સી એવી ચર્ચા ચાલી રહી છે. પીએમ મોદીએ ફોટો શેર કરીને લોકોને આ જગ્યા એક્સ્પ્લોર કરવાની અપીલ કરી હતી અને પીએમ મોદી જ્યારે કોઈ વસ્તુની અપીલ કરે તો પછી એ અપીલ દેશવાસીઓ કઈ રીતે અવગણી શકે છે. દુનિયામાં જેવી માલદિવ્ઝ વર્સીસ લક્ષદ્વીપની જંગ છેડાઈ તો બી-ટાઉનના અનેક સેલેબ્સે ટ્વીટ કરીને પીએમ મોદીને સાથ આપ્યો હતો. જેમાં અક્ષય કુમાર, સલમાન ખાન, શ્રદ્ધા કપૂર, જ્હોન અબ્રાહમ જેવા સેલેબ્સનો સમાવેશ થાય છે.
જ્હોન અબ્રાહમે એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે અદ્ભૂત, ભારતીય આતિથ્ય… અતિથિ દેવો ભવના વિચાર અને વિશાળ સમુદ્ર જીવનની શોધની સાથે સાચા અર્થમાં લક્ષદ્વીપ જવાલાયક જગ્યા છે.
સલમાન ખાને પણ આ ઝુંબેશને ટેકો આપતા એક્સ પર લખ્યું હતું કે લક્ષદ્વીપના સુંદર, સ્વચ્છ અને આશ્ચર્યજનક સમુદ્ર કિનારા પર આપણા લાડકા નરેન્દ્રભાઈ મોદીને જોવા ખરેખર ખૂબ જ સારો અનુભવ છે અને મહત્ત્વની વાત તો એ છે કે આ દ્વીપ આપણા ભારતમાં છે.
જ્યારે અક્કીએ લખ્યું હતું કે માલદિવ્ઝના અનેક જાણીલા લોકો પાસેથી એવી ટિપ્પણીઓ આવી છે કે જે ખરેખર નિંદનીય છે. હું આઘાતમાં છું કે આ લોકો આવું કઈ રીતે કરી શકે છે અને એ પણ એ દેશ સાથે કે જ્યાંથી સૌથી વધુ પર્યટકો અહીં આવે છે. આપણે આપણા પડોશીઓ સાથે સારા છીએ પણ આવી વિનાકારણ નફરત કેમ સહન કરવી જોઈએ. મેં ઘણી વખત માલદિવ્ઝની મુલાકાત લીધી છે અને એના વખાણ પણ કર્યા છે, પણ ગરિમા સૌથી પહેલાં છે….
બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પણ પીએમ મોદીને સપોર્ટ કરતી પોસ્ટ એક્સ પર કરી છે અને લખ્યું છે કે આ બધા ફોટો અને મીમ્સ મને ખૂબ જ એક્સાઈટેડ ફિલ કરાવે છે. લક્ષદ્વીપમાં ખૂબ જ સુંદર બીચ અને કોસ્ટ લાઈન્સ છે. હું વેકેશન લેવાની રાહ જોઈ રહી છું તો આ વખતે ઈન્ડિયન આઈલેન્ડને એક્સપ્લોર કરવામાં આવે તો કેવું રહેશે?
આ સિવાય કંગનાએ પણ પીએમ મોદીનો સપોર્ટ કરતી અને લક્ષદ્વીપ ટુરિઝમને પ્રોત્સાહન આપતી પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી છે.