મનોરંજન

45 કરોડનું બજેટ, બે મોટા સ્ટાર પણ ના બચાવી શક્યા આ ફિલ્મને, કમાણીનો આંકડો જોઈને તો…

બોલીવૂડમાં દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે અને કેટલીક ફિલ્મ નાના બજેટની હોવા છતાં બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરે છે તો કેટલીક ફિલ્મો એવી પણ હોય છે કે જે મોટા બજેટની હોવા છતાં પણ છતાં કંઈ સારું પ્રદર્શન કરી શકતી નથી. આજે અમે અહીં તમારા માટે આવી જ એક ફિલ્મની વાત લઈને આવ્યા છીએ. આ ફિલ્મની ગૂંજ ન તો રિલીઝ પહેલાં સંભળાઈ કે ના તો રિલીઝ બાદ. ફિલ્મમાં બે મોટા સ્ટાર્સ હોવા છતાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટું ડિઝાસ્ટર સાબિત થઈ. ફિલ્મ રિલીઝ થઈને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પણ કોઈ ઓટીટી પ્લેટફોર્મ ફિલ્મને જગ્યા આપવા તૈયાર નથી. ચાલો જોઈએ કઈ છે આ ફિલ્મ…

આ પણ વાંચો : કોઇ પછતાવો નથી.. અર્જુન કપૂર સાથે બ્રેક અપ બાદ મલાઇકાએ કહી દીધી એવી વાત કે…

45 કરોડના બજેટવાળી “ધ લેડી કિલર” ફિલ્મમાં અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકર જેવા મોટા સ્ટાર હતા અને તેમ છતાં બોક્સઓફિસ પર આ ફિલ્મ ખાસ કંઈ સારું પ્રદર્શન કરી શકી નહીં. ફિલ્મ બનાવવા માટે એક વર્ષનો સમય મળ્યો પણ ફિલ્મ પૂરી ના થઈ શકી અને એને અડધી-અધૂરી જ રીલિઝ કરી દીધી. આવી પરિસ્થિતિમાં ફિલ્મની 300 ટિકિટ પણ ના વેચાઈ. ફિલ્મનું પ્રમોશન પણ ના કરાયું. કમાણીના મામલામાં આ ફિલ્મ બોલીવૂડના ઈતિહાસમાં સૌથી મોટી ફ્લોપ ફિલ્મ સાબિત થઈ.

ફિલ્મને એટલી ઉતાવળમાં રીલિઝ કરવામાં આવી કે બોક્સ ઓફિસ પર તેની અસર જોવા મળી. ફિલ્મની રીલિઝ પણ નામની જ હતી, કારણ કે તેને દેશના ડઝનેક થિયેટરમાં જ રીલિઝ કરવામાં આવી. થિયેટરમાલિકો પણ આ ફિલ્મના રાઈટ્સ ખરીદવાનું ટાળવા લાગ્યા. પરિણામે પહેલાં દિવસે ફિલ્મની 293 ટિકિટ વેચાઈ અને એનાથી 38,000 રૂપિયાની કમાણી થઈ, જે અત્યાર સુધીની કોઈ પણ ફિલ્મની ધીમી ઓપનિંગ ગણાય છે. થોડાક જ દિવસમાં ફિલ્મ થિયેટરમાંથી ઉતરી ગઈ અને 500થી પણ ઓછી ટિકિટ વેચાઈ. આ જ કારણ છે 45 કરોડના બજેટવાળી આ ફિલ્મે એક લાખથી પણ ઓછુ એટલે કે 60,000 રૂપિયાની કમાણી કરી.

આટલા મોટા ધબડકા બાદ નિર્માતાઓ પાસે ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો, પરંતુ એક વર્ષ પૂરું થઈ ગયું હોવા છતાં પણ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મને જગ્યા નથી મળી. આ પહેલાં આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવાની જ તૈયારી હતી, પરંતુ ફિલ્મ ઓટીટી રિલીઝ ડેટ સુધી પૂરી ના થઈ શકી અને એને કારણે ઓટીટી પ્લેટફોર્મે પોતાના હાથ પાછળ ખેંચી લીધા. આખરે નિર્માતાઓએ આ ફિલ્મને ફ્રીમાં યુટ્યૂબ પર રીલિઝ કરી દીધી.

આ પણ વાંચો : ‘હું હવે સિંગલ છું’ અર્જુન કપૂરે કરી મલાઈકા સાથે બ્રેકઅપની પુષ્ટિ

એક દિવસમાં આ ફિલ્મને પાંચ લાખ લોકોએ જોઈ હતી અને એક મહિના બાદ હવે આ ફિલ્મને 2.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button