ટોપ ન્યૂઝમનોરંજન

‘Laapata Ladies’ ઓસ્કારની રેસમાંથી બહાર, હિન્દી ભાષાની આ ફિલ્મ પાસેથી આશા

મુંબઈ: આ વર્ષે ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ભારત તરફથી કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ (Laapata Ladies) મોકલવામાં આવી હતી. આમિર ખાન દ્વારા નિર્મિત, આ ફિલ્મને ઝટકો લાગ્યો છે. ‘લાપતા લેડીઝ’ ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સમાચારથી ચાહકો ખૂબ જ નિરાશ છે.

એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સે મંગળવારે આગામી રાઉન્ડ માટે પસંદ કરવામાં આવેલી 15 ફિલ્મોની જાહેરાત કરી. જેમાં કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવી શકી નથી. આગામી રાઉન્ડ માટે કુલ 15 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે, જેના પર ચર્ચા બાદ કેડમીના સભ્યો અંતિમ યાદી નક્કી કરશે.

Also read: ‘લાપતા લેડિઝ’ બાદ આ ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રી…

‘લાપતા લેડીઝ’ ભલે આઉટ થઈ ગઈ હોય, પરંતુ UK દ્વારા ઑસ્કર 2025 માટે મોકલવામાં આવેલી હિન્દી ભાષાની ફિલ્મ ‘સંતોષ’ને આગામી રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન બ્રિટિશ ભારતીય ફિલ્મ મેકર સંધ્યા સૂરીએ કર્યું છે. ઓસ્કાર 2025ના વિજેતાઓની જાહેરાત 2 માર્ચે કરવામાં આવશે.

આગામી રાઉન્ડ માટે પસંદ કરવામાં આવેલી તે 15 ફિલ્મ્સ:

  1. બ્રાઝિલ,આઈ એમ સ્ટીલ હિયર
  2. કેનેડા, યુનિવર્સલ લેંગ્વેજ
  3. ચેક રિપબ્લિક, વેવ્સ
  4. ડેનમાર્ક, ધ ગર્લ વિથ ધ નીડલ
  5. ફ્રાન્સ, એમિલિયા પેરેઝ
  6. જર્મની, ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ
  7. આઇસલેન્ડ, ટચ
  8. આયર્લેન્ડ, નીકેપ
  9. ઇટાલી, વર્મીગલિયો
  10. લાતવિયા,ફ્લો
  11. નોર્વે, આર્મન્ડ
  12. પેલેસ્ટાઇન, ફ્રોમ ગ્રાઉન્ડ ઝીરો
  13. સેનેગલ, ડાહોમી
  14. થાઇલેન્ડ, હાઉ ટૂ મેક મિલિયન્સ બીફોર ગ્રાન્ડમા ડાઈઝ
  15. યુનાઇટેડ કિંગડમ, સંતોષ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button