મનોરંજન

ક્યુંકી સાસ ભી કભી બહુ થી સીરિયલમાં ફરી જોવા મળશે સ્મૃતિ ઈરાની? જાણો શું કહે છે સૂત્રો…

મુંબઈઃ એક એવો સમય હતો ત્યારે લોકોમાં ટીવી જોવાનું અલગ જ જનૂન હતું. એક સમયે પ્રખ્યાત હતી એવી સીરિયલ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi ) ફરી આવી રહી છે. અહેવાલ મુજબ એકતા કપૂર (Ekta kapoor) આ લોકપ્રિય સીરિયલને ફરીથી બનાવવાનું વિચારી રહી છે. એટલું જ નહીં પરંતુ તેની સત્તાવાર જાહેરાત જૂન 2025 માં થવાની અપેક્ષા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ સીરિયલમાં સ્મૃતિ ઈરાની (Smriti Irani) ફરી એકવાર તુલસીની ભૂમિકામાં જોવા મળશે અને અમર ઉપાધ્યાય (Amar Upadhyay) મિહિરની ભૂમિકામાં પાછા ફરશે. આ સમાચારથી ચાહકો ખૂબ ખુશ છે. પરંતુ આ અંગે હજી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી.

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સીઝન 2નું શૂટિંગ શરૂ થયુંઃ સૂત્રો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સ્મૃતિ ઈરાનીએ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સીઝન 2 માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. સૂત્રો દ્વારા એવા ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે, તેમને સેટ પર Z+ સુરક્ષા આપવામાં આવી છે. અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી આ અભિનેત્રી કડક સુરક્ષા પ્રોટોકોલ સાથે શૂટિંગ કરશે, જેમાં ફોન ‘ટેપ’ કરવામાં આવશે અને લોકોને શોના સેટની નજીક આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

smriti irani ekta kapoor

સ્મૃતિ ઈરાની કડક સુરક્ષા પ્રોટોકોલ સાથે શૂટિંગ કરશેઃ સૂત્રો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાત કરવામાં આવે તો, પ્રોડક્શન હાઉસના સૂત્રોએ ખુલાસો કર્યો કે આ સિરિયલ 2,000 થી વધુ એપિસોડ માટે ડિઝાઇન કરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેટ સ્તરના નિર્ણયોએ લગભગ 1,600 એપિસોડ પછી શો બંધ કરી દીધો. એકતા શોનો અંત હંમેશા જે રીતે થવાનો હતો તે રીતે કરવા માંગે છે. હવે ફરી આ સીરિયલની શૂટિંગ શરૂ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તેનું પ્રસારણ ક્યારથી કરવામાં આવશે તેવી કોઈ સત્તાવાર રીતે જાહેર નથી નથી.

શૂટિંગ દરમિાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ
અમર ઉપાધ્યાય, સ્મૃતિ ઈરાની અને એકતા કપૂર સિવાય સેટ પર હાજર દરેકના મોબાઇલ ફોન ટેપ કરવામાં આવશે. દરેકને શૂટિંગ દરમિાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ રહેશે. સ્મૃતિ પણ Z પ્લસ સુરક્ષા સાથે શૂટિંગ કરી રહી છે અને સેટ પર હાજર દરેકને કડક સલામતી પ્રોટોકોલનું પાલન કરવું પડશે. તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સીરિયલને લઈને અનેક પ્રકારના માહિતી પ્રકાસમાં આવી રહી છે. પરંતુ જ્યા સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં ના આવે ત્યા સુધી સત્ય માની શકાય નહીં!

આપણ વાંચો : 82 વર્ષે ફરી વરરાજા બન્યો બી-ટાઉનનો આ એક્ટર, દીકરીએ લગ્નમાં કર્યો ડાન્સ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button