કુણાલ ખેમુ અને નેહા ધૂપિયા જોવા મળશે વેબ સિરીઝમાં, જાણો વિગતો?

શશાંક ખેતાન જે હાલમાં જાહ્નવી કપૂર અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’નું શૂટિંગ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે તે હવે ટૂંક સમયમાં OTTની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તેમનો પહેલો OTT પ્રોજેક્ટ સિંગલ પાપા છે.
આ વર્ષની શરૂઆતમાં આ શો વિશે સમાચાર આવ્યા હતા કે કુણાલ ખેમુ તેમાં કામ કરશે. પણ હવે, એવું જાણવા મળ્યું છે કે નેહા ધૂપિયાને પણ આ વેબ સિરીઝમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે પસંદ કરવામાં આવી છે.
આ સિરીઝનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. પ્રોડક્શન સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે નેહા ધૂપિયા આ શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ શોનું નામ ‘સિંગલ પાપા’ છે અને શૂટિંગ હવે તેના અંતિમ તબક્કામાં છે. આ શશાંક ખેતાનનો પહેલો OTT પ્રોજેક્ટ છે અને તેમાં હલકી ફુલકી પારિવારિક સ્ટોરી છે.
આ પણ વાંચો: Mirzapur વેબ સિરીઝમાં સસરા-વહુ વચ્ચેનો તેલ માલિશવાળો સીન યાદ છે? એનાથી પણ દમદાર છે આ સિરીઝ, પસીના છૂટી જશે…
મીડિયાના અહેવાલ અનુસાર આ સિરીઝનું શૂટિંગ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના રણથંભોરમાં થઈ રહ્યું છે, જેમાં નેહા ધૂપિયા, કુણાલ ખેમુ અને દયાનંદ શેટ્ટી સહિત ઘણા અન્ય કલાકારો શૂટિંગ કરતા જોવા મળ્યા. ચાહકો આ વેબ સિરીઝ જોવા માટે પહેલેથી જ ખૂબ ઉત્સાહી છે.
અભિનેત્રી નેહા ધૂપિયાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે મોટા પડદા પર ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં જોવા મળી હતી. તે ફિલ્મમાં વિક્કી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક પણ હતા.