મુંબઇઃ મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ભારતીય સમાંતર સિનેમાની મહત્વની હસ્તી ગણાતા ફિલ્મ નિર્માતા કુમાર સાહનીનું નિધન થયું છે. તેમણે 83 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમણે ‘માયા દર્પણ’ ‘કસ્બા’ અને ‘તરંગ’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. ‘વારની વારી’, ‘ખયાલ ગાથા’ અને ‘કસ્બા’ જેવી ફિલ્મોમાં તેમની સાથે કામ કરી ચૂકેલી અને સાહનીની નજીકના મિત્ર તથા અભિનેત્રી મીતા વશિષ્ઠે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે ગઇકાલે રાતે કોલકતાની એક હૉસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તેઓ બીમાર હતા.
કુમાર સાહનીનો જન્મ 1940માં અવિભાજિત ભારતમાં સિંધના લરકાનામાં થયો હતો. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ સાહનીનો પરિવાર મુંબઈ આવ્યો હતો. સાહનીના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે. સાહનીએ ભારતીય સમાંતર સિનેમાના અન્ય મોટા વ્યક્તિત્વ મણિ કૌલ સાથે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ખાતે અભ્યાસ કર્યો હતો.
તેઓ દિગ્દર્શક ઋત્વિક ઘટકના પ્રિય વિદ્યાર્થીઓમાંના એક ગણાતા હતા. બાદમાં, શાહની ફ્રાન્સ ગયા અને ફિલ્મ નિર્માતા રોબર્ટ બ્રેસનને તેમની ફિલ્મ ‘Une Dame Douce’ બનાવવામાં મદદ કરી. તેઓ ઋત્વિક ઘટક અને રોબર્ટ બ્રેસનને પોતાના ગુરુ માનતા હતા.
કુમાર સાહનીએ નિર્મલ વર્માની વાર્તા પર આધારિત ‘માયા દર્પણ’ બનાવી હતી. આ તેમની ડેબ્યુ ફિલ્મ હતી.હિન્દી લેખક નિર્મલ વર્માની ટૂંકી વાર્તા પર આધારિત આ ફિલ્મ સામંતશાહી જમાનાની વાત કરે છે. આ ફિલ્મ પ્રેમી અને તેના પિતાના સન્માનની રક્ષા કરતી એક મહિલાની આસપાસ ફરે છે.
આ ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. કુમાર શાહાનીએ ‘તરંગ’, ‘ખ્યાલ ગાથા’, ‘કસ્બા’ અને ‘ચાર અધ્યાય’ સહિત ઘણી સમાંતર ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું.
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…
ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ... નામ જાણશો તો...