Kuber Trailor Review: ધમાકેદાર સ્ટોરી, કેચી ડાયલૉગ્સ અને દમદાર પર્ફોમન્સ

આજકાલ મોટાભાગની ફિલ્મોના ટ્રેલર લૉંચ થાય એટલે અડધી ફિલ્મ તો સમજાય જાય. ઘણી ફિલ્મના ટ્રેલર જોઈને જ દર્શકો નક્કી કરી લેતા હોય છે કે આ ફિલ્મ જોવી કે નહીં, પણ ટ્રેલર ખરેખર એવું હોવું જોઈએ કે ફિલ્મ જોવાની ઈચ્છા જાગે. આવું જ ટ્રેલર પેન ઈન્ડિયા ફિલ્મ કુબેરનું છે. આ ફિલ્મ વિશે હિન્દી બેલ્ટમાં ઓછા લોકો લગભગ જાણતા હશે, પણ ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ જોવા જેવી છે.
ફિલ્મમાં પોલિટિક્સ, સ્કેન્ડલ્સ, મનીપાવર, મસલ્સ પાવર બધુ જ છે અને બીજી બાજુ ધારાવીના એક ભિખારીની વાત છે. આ ભિખારીના રોલમાં છે ધનુષ. ધનુષ ભિખારી તરીકે દેવાના રોલમાં છે. નાગાર્જુન કોઈ સરકારી અધિકારી હોય તેમ લાગી રહ્યું છે અને રશ્મિકા ધુનષની ટ્રેનર. ધનુષના ભિખારીમાંથી કુબેર બનવાની આ વાર્તામાં કેટલાય ઉતાર-ચઢાવ છે કે ટ્રેલર જ તમને ઝકડીને રાખે છે.
આ પણ વાંચો: આ શું લઈને પહોંચ્યો આમિર ખાન બીગ બી પાસે કે બીગ બી પણ થઈ ગયા શૉક્ડ…
આમિર ખાને શિખવા જેવું
આ શુક્રવારે એટલે કે 20મી જૂને આમિર ખાનની ફિલ્મ સિતારે ઝમીન પર રિલિઝ થશે. તમે જો આ ફિલ્મનું ટ્રેલર જોયું હોય તો એક તો તે અંગ્રેજી (ઓરિજનલ) અને સ્પેનિશ ભાષામાં બનેલી ફિલ્મની બેઠી કૉપી છે. વળી, ફિલ્મ જોઈને જ લગભગ તમે સમજી જશો કે વાર્તા શું છે. આથી આમિર ખાનના પ્રોડક્શન હાઉસે એક તો શિખવા જેવું છે કે ટ્રેલર કેવું બનાવાય અને બીજું તેમની માટે ચિંતાનો પણ વિષય છે કારણ કે પેન ઈન્ડિયા ફિલ્મ જોવા હવે લોકો બહુ જાય છે અને કુબેરની સ્ટોરી ઈન્ટરેસ્ટિંગ લાગે છે, આથી આમિરની સ્પોર્ટ્સ સ્ટોરી કરતા આ ફિલ્મ પર દર્શકો પસંદગી ઢોળે તેમ પણ બને.
ખૈર, જે થશે તે વિક એન્ડમા ખબર પડી જશે, પણ દર્શકો પાસે બે સારી ફિલ્મના ઑપ્શન્સ છે તે નક્કી.