જય ભાનુશાલી અને માહિ વિજ બાદ વધુ એક સેલિબ્રિટીના 11 વર્ષના લગ્નજીવનો આવ્યો અંત…

ટેલિવિઝન જગતના જાણીતા અભિનેતા અને ‘ઉડને કી આશા’ (અભિનેતા કૃપ કપૂર સુરી અને તેની પત્ની સિમરન કૌર સુરીની તસવીર.) ફેમ કૃપ કપૂર સુરીની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેઓ અને તેમની પત્ની સિમરન કૌર સુરી 11 વર્ષના લગ્નજીવન બાદ અલગ થઈ ગયા છે.
છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર કૃપ અને સિમરનના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચાઓ તેજ થઈ હતી. આ અફવાઓ ત્યારે સાચી સાબિત થઈ ગઈ જ્યારે કૃપ કપૂર સુરીએ પોતે મીડિયા સમક્ષ સ્વીકાર્યું કે તેઓ હવે સાથે નથી.
આપણ વાચો: Aishwarya Rai-Bachchanને કારણે અમિતાભ અને અભિષેક વચ્ચે પડી તિરાડ? શું છે આખી ઈનસાઈડ સ્ટોરી…
આ વિવાદની શરૂઆત સિમરન કૌર સુરીની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી થઈ હતી, જેનાથી ચાહકોને અણસાર આવી ગયો હતો કે કંઈક ગરબડ છે. ત્યારબાદ, મીડિયા રિપોર્ટ્સ અને ચર્ચાઓ વચ્ચે કૃપ કપૂર સુરીએ જણાવ્યું હતું હા, અમે અલગ થઈ ગયા છીએ. આ નિવેદન સાથે જ તેમના 11 વર્ષ લાંબા લગ્નજીવનનો અંત આવ્યો સ્પષ્ટ થઈ ગયું છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ અલગ થવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કર્યું નથી.
કૃપ અને સિમરનની જોડી ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય જોડીઓમાંથી એક હતી. બંનંએ ડિસેમ્બર 2014માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ પાંચમી ઓગસ્ટ, 2015માં બંનેએ ફરી પરિવાર અને મિત્રોની હાજરીમાં વિધિવત રીતે લગ્ન કર્યા હતા. 19મી જાન્યુઆરી 2020માં રોજ તેમના ઘરે દીકરી રે કપૂર સુરીનો જન્મ થયો હતો. કૃપ તેની દીકરી સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે.
આપણ વાચો:
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જ્યારે કૃપ કપૂર સુરીના રિલેશનશિપમાં ખટરાગના સમાચાર સામે આવ્યા હોય. આ પહેલાં 2024માં પણ તેમના ડિવોર્સની અફવાઓ ઉડી હતી. એ સમયે કૃપ કપૂર સુરીએ મક્કમતાથી આ વાતોને નકારી કાઢી હતી અને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, દુનિયામાં કોઈ એવું કોઈ કપલ નથી કે જેમના સંબંધોમાં ચઢાવ ઉતાર ના આવ્યો હોય અમે સાથે છીએ અને અલગ થયા નથી.
હવે 2026ની શરૂઆતામાં જ 11 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો હોવાના સમાચારોની પુષ્ટિ થતાં કૃપ કપૂર સુરી ડિવોર્સ થઈ ગયા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.



