ક્રિતી સેનન આ ફિલ્મમાં જોવા મળશે, એક સમયે સ્ટાર કિડ્સથી હતી નારાજ…

મુંબઈઃ બોલીવુડમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ છે જે પોતાના અભિનયના કારણે સ્ટાર બન્યા છે. મોટા ભાગે બોલિવુડ સ્ટાર કિડ્સથી ભરેલું છે. પરંતુ આ વચ્ચે કેટલાક નામ એવા પણ છે જેમણે પોતાની એક આગવી ઓળખ બનાવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે બોલીવુડ અને સાઉથવાળા સાથે મળીને ફિલ્મો બનાવી રહ્યાં છે, જેથી બન્ને પ્રકારના ચાહકોને ફિલ્મ પસંદ આવે અને કમાણી પણ ધૂમ થાય! બોલીવુડ પાસે ખૂબ જ સારા સારા દિગ્દર્શકો છે, જેમાં એક નામ આનંદ એલ રાયનું પણ આવે છે. 2013માં આવેલી તેમની ફિલ્મ રાંઝણા અત્યારે પણ લોકો ભૂલ શક્યા નથી. જેથી ફરી આવી જ ફિલ્મ આવી રહી છે.
ક્રિતી આગામી ફિલ્મમાં ધનુષ સાથે રોમાન્સ કરતી જોવા મળશે

દિગ્દર્શક આનંદ એલ રાય બીજી ફિલ્મ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં બોલીવુડની સુપરહિટ હિરોઈન ક્રિતી સેનન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. મહત્વની વાત એ છે કે, એક સમયે સ્ટાર કિડ્સને મળતી તકોથી ત્યારે તે નારાજ રહેતી હતી, પરંતુ અત્યારે ક્રિતી સેનન બોલીવુડ પર રાજ કરે છે, તેની ફિલ્મો બોક્સઓફિસ પર ધૂમ મચાવે છે. ક્રિતી સેનન હવે આગામી ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર ધનુષ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. મોટા ભાગે ફિલ્મમાં જો હીરો ના હોય તો ફિલ્મ એટલી ચાલતી નથી પરંતુ ક્રિતી સેનન એવી અભિનેત્રી છે જેની ફિલ્મ હીરો વિના જ 100 કરોડની કમાણી કરે છે.ક્રિતી સેનન ટૂંક સમયમાં દિગ્દર્શક આનંદ એલ રાયની ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ (Tere Ishq Mein)માં જોવા મળશે. ક્રિતી સેનને ફિલ્મના શૂટિંગ સેટની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં, કૃતિ દિગ્દર્શક અને ફિલ્મ ક્રૂ સાથે પોઝ આપતી જોવા મળે છે.
‘તેરે ઇશ્ક મેં’માં ક્રિતી અને ધનુષ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આનંદ રાય 2013માં આવેલી સુપરહિટ ફિલ્મ રાંઝણાની સિક્વલ ‘તેરે ઇશ્ક મેં’ (Tere Ishq Mein) બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં ક્રિતી સેનન અને ધનુષ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રાંઝણા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પહેલા સોનમ કપૂર હતી, પરંતુ તેની સિક્વર ‘તેરે ઇશ્ક મેં’ (Tere Ishq Mein)માં ક્રિતી સેનને કાસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ક્રિતી સેનન પણ આ ફિલ્મને લઈને અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. ચાહકોમાં પણ અત્યારે તેરે ઇશ્ક મે ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. જો કે, મેકર્સ દ્વારા ફિલ્મ ક્યારે રિલિઝ થશે તેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
ફિલ્મ ‘મિમી’ માટે ક્રિતીને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો

ક્રિતી સેનનની વાત કરવામાં આવે તો તે એખ સમાન્ય પરિવારમાંથી આવે છે, અને સામાન્ય પરિવારમાંથી આવીને બોલિવુડમાં હિટ થવું એ લોઢાના ચણા બરાબર છે. ક્રિતી સેનને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું પણ હતું કે શરૂઆતમાં તેને ફિલ્મો નહોતી મળતી પરંતુ સ્ટાર કિડ્સને ખૂબ જ ફિલ્મો મળી રહી હતી. જેથી ક્રિતી સેનનને ભારે દુઃખ પણ થતું હતું. પરંતુ તેને પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો અને અત્યારે તે બોલિવુડના સુપરહિટ અભિનેત્રી બની ગઈ છે. ક્રિતી સેનને અત્યાર સુધીમાં 27 ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મ મિમી માટે ક્રિતી સેનનને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. ક્રિતી સેનનએ 2014માં હીરોપંથી ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો, ક્રિતીએ કરીના કપૂર અને તબ્બુ સાથે ફિલ્મ ‘ક્રૂ’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મ કોઈ લીડ અભિનેતા વિના જ 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સિવાય પણ ક્રિતીને અનેક ફિલ્મમાં પ્રશંસાપાત્ર અભિનય કર્યો છે. હવે તે ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થાય તેવી શક્યતાઓ છે. જોકે મેકર્સ દ્વારા રિલિઝ અંગે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.