Kriti Sanonએ બોયફ્રેન્ડ સાથે ઉજવી રોમેન્ટિક ક્રિસમસ; સાક્ષી ધોનીએ દેખાડી ઝલક

આજે ક્રિસમસનું પર્વ (Christmas Celebration) આખા વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યું છે અને તેમાં પણ બોલિવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન (Kriti Sanon) પોતાની સુંદરતા અને સ્ટાઈલથી લોકોના દિલ જીતી લે છે તેઓ પણ નાતાલની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. ક્રિતી અને તેના બોયફ્રેન્ડ કબીરે સાથે મળીને ક્રિસમસની ઉજવણી કરી હતી અને તેમની મસ્તી ભરેલી ઉજવણીની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે.


તેમણે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલી તસવીરોમાં તે ક્રિકેટર એમ. એસ. ધોની (M.S.Dhoni) અને તેની પત્ની સાક્ષી પણ જોવા મળી હતી. કબીરે બુધવારે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ક્રિસમસની ઉજવણીની ઝલક બતાવી. તેની સ્ટોરીમાં તેણે એક ગ્રુપ ફોટો શેર કર્યો જેમાં ક્રિતી તેની બાહોમાં જોવા મળી રહી છે.
ક્રિતીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો કરી શેર
ક્રિતીએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ક્રિસમસ સ્વેટર અને સફેદ શોર્ટ્સ પહેરેલી જોઈ શકાય છે. તેણે પોતાના અને કબીરના પગની તસવીર પણ શેર કરી છે. અન્ય એક તસવીરમાં તે ધોનીની બાજુમાં ઉભેલી જોવા મળી રહી છે. આ પોસ્ટ બહાર આવી ત્યાં સુધી એ સ્પષ્ટ નહોતું થયું કે ક્રિતીના ફોટામાં સાન્તા કોણ છે અને તેની સાથે કોનો પગ જોવા મળ્યો છે.
કબીરે પણ શેર કરી તસવીર
થોડા સમય બાદ જ સાક્ષી ધોનીએ પણ આ જ બેકગ્રાઉન્ડ સાથે સાન્તાનો ફોટો પોસ્ટ કર્યો, જેનાથી ખબર પડી કે સાન્તા બીજું કોઈ નહીં પણ ખુદ એમ. એસ. ધોની છે. એક તસવીરમાં કબીર પણ જોવા મળ્યો હતો, ત્યારપછી આ તસવીરો વાયરલ થવા લાગી અને લોકો દાવો કરવા લાગ્યા કે બંને વચ્ચેના સંબંધ પાકો થઈ ગયો છે. હવે કબીર બહિયાએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક તસવીર શેર કરી છે, જેમાં ક્રિતી તેની બાજુમાં જોવા મળી રહી છે.