કુંવારાઓ…જાણીલો કૃતિને કેવો મુરતીયો જોઈએ છે
અભિનેત્રી કૃતિ સેન ( Kruti Senon) ને બોલીવૂડમાં ધીમે ધીમે સિક્કો જમાવ્યો છે. તેણે ઘણી સારી ફિલ્મોમાં ભૂમિકા ભજવી ને નામના મેળવી છે. બરેલી કી બરફી, મિની જેવી ફિલ્મોમાં લોકોએ તેને પસંદ કરી છે. તાજેતરમાં જ તે કરિના કપૂર અને તબ્બુ સાથે ક્રુ ફિલ્મમાં જોવા મળી હતી.
આ વર્ષની શરૂઆતથી જ કૃતિ સેનન તેની ફિલ્મોને કારણે ચર્ચામાં છે. ‘ક્રુ’ અભિનેત્રી કૃતિ સેનન પણ આ દિવસોમાં તેના અફવા બોયફ્રેન્ડ કબીર બહિયા સાથે ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં છે. જો કે અભિનેત્રીએ હજુ સુધી તે કોને ડેટ કરી રહી છે તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આ દરમિયાન તેના અંગત જીવનને લઈને કેટલીક વાતો આવ્યા કરે છે. ત્યારે કૃતિએ પોતાની રિલેશનશિપ વિશે તો નથી કહ્યું પણ કેવો મુરતીયો જોઈએ છે તે વિશે તે બોલી છે.
પોતાના મનના માણિગર વિશે તેણે જણાવ્યું કે મને ખબર નથી. કોને ખબર મારા જેવું કોઈ છે કે નહિ? આ પછી તે કહે છે, મને લાગે છે કે આ પણે આપણા પર ખૂબ ભાર નાખી દઈએ છીએ. જેમ કે મને આ છોકરો જોઈએ છે, મને આ છોકરો જોઈએ છે, મને તે છોકરો જોઈએ છે. મને લાગે છે કે જે યોગ્ય હશે તે મળી જશે.
આગળ અભિનેત્રી કહે છે કે જે મને હસાવી શકે, જેની સાથે મારો સારો બોન્ડ છે… જે મારી સાથે કલાકો સુધી વાત કરી શકે, જે મારું અને મારા કામનું સન્માન કરે અને મને લાગે છે કે મારા માટે વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સંબંધમાં ઈમાનદારી હોવી જોઈએ. તે વ્યક્તિમાં રમૂજની સારી સમજ હોવી જોઈએ અને હા, તે મારી કાળજી લે તેવો હોવો જોઈએ. વ્યક્તિએ હંમેશા પ્રેમ માટે સમય કાઢવો જોઈએ. પ્રેમ સુંદર છે… પ્રેમ જટિલ નથી.
કબીર સાથે કૃતિના સંબંધોની અફવાઓ ત્યારે સામે આવી જ્યારે બંનેએ લંડનમાં સાથે હોળીની ઉજવણી કરી હતી. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર તેમની તસવીરો સામે આવી અને ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે કૃતિ અને કબીર ડેટિંગ કરી રહ્યાં છે. કબીર લંડનના એક મોટા બિઝનેસમેનનો પુત્ર છે. જો કે, કૃતિ કે કબીરે આ અટકળો પર ધ્યાન આપ્યું નથી કે પ્રતિક્રિયા આપી નથી.