Abhishek Bachchan બાદ હવે આ એક્ટ્રેસ બની Amitabh Bachchanની પડોસન?

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)એ પિતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની બાજું પ્રોપર્ટી ખરીદી હોવાના અહેવાલો વચ્ચે અંદર કી બાત પર વિશ્વાસ કરીએ તો બોલીવૂડ એક્ટ્રેસ ક્રિતી સેનન (Kriti Sanon) બિગ બીની પડોસન બની ગઈ છે મળી રહેલી માહિતી પ્રમાણે ક્રિતી સેનન અલીબાગમાં પ્રોપર્ટી ખરીદીને અમિતાભ બચ્ચની પડોસન બની ગઈ છે. એક્ટ્રેસે 2000 સ્ક્વેર ફૂટના પ્લોટ માટે આશરે 2.25 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન સમયે ક્રિતીના પિતા રાહુલ સેનન તેની સાથે હતા.
બચ્ચન પરિવારના સદસ્યની વાતોએ રડાવી Aishwaryaને, જોતો રહ્યો Abhishek Bachchan…
ક્રિતી સેનનને આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મેં હાલમાં જ અલીબાગ ખાતે પ્રોપર્ટી ખરીદી છે અને મારા માટે મારી ખુદની પ્રોપર્ટી ખરીદવી એ મારા માટે સૌભાગ્યની વાત છે. હું ઘણા સમયે અલીબાગ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહી હતી અને હું એવી જગ્યાએ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતી મને શાંતિ અને ગોપનીયતા મળી શકે છે. મારો પરિવાર પણ મારા આ રોકાણથી ખૂબ જ ખુશ છું.
આ પણ વાંચો : Aaradhya Bachchanએ Aishwarya Rai-Bachchan સાથે કર્યું કંઈક એવું કે….
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીએ પણ ત્રણ મહિના પહેલાં જ અહીં કરોડોની કિંમતનો પ્લોટ ખરીદ્યો છે. એપ્રિલ, 2024 માં અમિતાભ બચ્ચને પણ અલીબાગમાં આ જ પ્રોજેક્ટમાં 10,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો. આ પહેલાં બિગ બીએ અયોધ્યામાં પણ આ જ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. ત્યાં પણ તેમણે 10,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો છે.
ક્રિતી સેનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે તેલુગુ ફિલ્મ ‘નેનોક્કાદીન’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેમહેશ બાબુ સાથે જોવા મળી હતી. વાત કરીએ ક્રિતીના બોલીવૂડ ડેબ્યુની તો તેણે ટાઇગર શ્રોફની સાથે ફિલ્મ ‘હીરોપંતી’ તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.