કરોડોની માલિક હોવા છતાં Kokilaben Ambani ખાય છે આવું ભોજન….

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે, આ પરિવારના દરેકે દરેક સભ્યની લક્ઝુરિયલ સાઈફસ્ટાઈલ વિશે જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. અંબાણી પરિવારના બિગ બોસ તરીકે ઓળખાતા કોકિલાબેન અંબાણી 90 વર્ષે પણ પોતાની સુંદરતા, લાઈફસ્ટાઈલથી પોતાની વહુ અને અને પૌત્રવધુ, પૌત્રીને ટક્કર આપે છે. પરંતુ આખરે આ ઉંમરે પણ કોકિલાબેન અંબાણી કઈ રીતે પોતાની જાતને આટલી મેઈન્ટેઈન અને ફિટ રાખે છે એ જાણો છો? ચાલો તમને આ વિશે જણાવીએ-
કોકિલાબેનની હેલ્ધી લાઈફસ્ટાઈલ વિશે વાત કરવાની થાય તો તેઓ એકદમ શુદ્ધ શાકાહારી લાઈફસ્ટાઈલ ફોલો કરે છે. તેમના ઘરમાં માંસાહાર કરવાની પરવાનગી નથી. કોકિલાબેનની ફેવરેટ વાનગીઓ વિશે વાત કરીએ તો તેમને ઘઉંની રોટલી, તુવેરની દાળ અને દાળ-ઢોકળીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Kokilaben Ambani સાથે દેખાઈ Shloka Mehta પણ લાઈમલાઈટ તો લૂંટી આ ખાસ વસ્તુએ…
ઢોકળીએ એક પારંપારિક ગુજરાતી ડિશ છે અને તે બનાવવાનું ખૂબ જ સરળ છે પણ ખાવામાં તે એકદમ હેલ્ધી અને સ્વાદમાં ટેસ્ટી છે એ વાતની તો 100 ટકા ગેરન્ટી છે. કોકિલાબેનનું સાદુ ખાન-પાન જ તેમને એકદમ હેલ્ધી અને ફિટ એન્ડ ફાઈન લાઈફસ્ટાઈલ જીવવામાં મદદ કરે છે.
90 વર્ષે પણ કોકિલાબેન જ્યારે પણ કોઈ ઈવેન્ટ કે ફેમિલી ફંક્શનમાં જાય છે ત્યારે લોકો તેમની સ્ટાઈલ અને ફિટનેસ જોઈને લોકો એકદમ ઈમ્પ્રેસ થઈ જાય છે. 90 વર્ષની ઉંમરે તેમની ફિટનેસ અને તેમની એનર્જી એક બેલેન્સ્ડ અને સાત્વિક આહાર જ તેમની તંદુરસ્તીનું સિક્રેટ છે..
આ પણ વાંચો: સાસુ નહીં પણ દાદી સાસુ સાથે આ કોને સપોર્ટ કરવા પહોંચી અંબાણી પરિવારની બહુરાની?
જો તમે પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માંગો છો તો આજથી જ હેલ્ધી ફૂડનું સેવન કરવાનું શરૂ કરી દો. કોકિલાબેન અંબાણી જ નહીં પણ આખો અંબાણી પરિવાર પોતાની સંસ્કૃતિ સાથે જોડાઈને સામાન્ય ભોજનને જ પ્રાધાન્ય આપે છે, તો આ છે કોકિલાબેનની તંદુરસ્તીનું ટોપ સિક્રેટ…