આ છે Mukesh Ambaniના મમ્મી કોકિલાબેન અંબાણીની ફેવરેટ કાર, કિંમત સાંભળીને ઉડી જશે હોંશ…

ભારત જ નહીં પણ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી કરવામાં આવે છે અને મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી (Kokilaben Ambani)ની તબિયત ખરાબ છે અને તેઓ હાલમાં મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે, હજી સુધી અંબાણી પરિવાર દ્વારા આ બાબતે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. કોકિલાબેન અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે, ત્યારે ચાલો જાણીએ કોકિલાબેન અંબાણીની ફેવરેટ કાર કઈ છે અને ભારતમાં તેની કિંમત કેટલી છે?
કોકિલાબેન અંબાણી 91 વર્ષેય ફેશનેબલ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. કોકિલાબેનની અંબાણી પાસે એકથી ચઢિયાતી એક લક્ઝુરિયસ કાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો કોકિલાબેનની ફેવરેટ કાર છે મર્સિડિઝ બેન્ઝ છે. જ્યારે કોકિલાબેન અંબાણીના પતિ ધીરુભાઈ અંબાણીને તેમની કેડલેક લિમોઝીન ખૂબ જ પસંદ હતી. ભારતમાં મર્સિડિઝ બેન્ઝ કારની શરૂઆતી કિંમત 50 લાખ રૂપિયાથી થાય છે અને 3.71 કરોડ રૂપિયા સુધીના મોડલ્સ બજારમાં છે.
કોકિલાબેન અંબાણી જ નહીં પણ અંબાણી પરિવારના દરેક સભ્ય પાસે લક્ઝુરિયસ કાર કલેક્શન છે પછી એ મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી કે પછી પરિવારની યંગ જનરેશન આકાશ, ઈશા કે અનંત અંબાણી કેમ ના હોય? કાર સિવાય કોકિલાબેન પાસે હેન્ડ બેગ્સનું પણ શાનદાર કલેક્શન છે અને કોઈ પણ ઈવેન્ટમાં હંમેશા તેઓ શાનદાર અને ફેન્સી હેન્ડ બેગ સાથે જ જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવારના બિગ બોસ ગણાતા કોકિલાબેન ગઈકાલથી મુંબઈની એચએન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આખો અંબાણી પરિવાર આ સમયે સાથે ઊભો છે અને ફેન્સ પણ કોકિલાબેનની સ્પીડી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. ડોક્ટરોની એક ટીમ કોકિલાબેનને ઓબ્ઝર્વ કરી રહ્યા છે. જોકે, અંબાણી પરિવાર દ્વારા હજી પણ આ બાબતે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું.
આ પણ વાંચો…મુકેશ અંબાણીનાં માતા કોકિલાબેનની તબિયત લથડીઃ હોસ્પિટલમાં પરિવાર, જાણો નવી અપડેટ…