મનોરંજન

આટલી છે Shefali Jariwalaની નેટવર્થ, પહેલા વીડિયો સોન્ગ માટે મળી આટલી ફી…

એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે શેફાલી જરીવાલા એ ખાસ નવું નામ નથી. 2002થી પોતાના વીડિયો સોન્ગ કાંટા લગાથી લોકોને પોતાની અદા અને સુંદરતાના દિવાના બનાવી દેનારી શેફાલી રાતોરાત સુપરસ્ટાર બની ગઈ હતી.

જોકે, શુક્રવારે મોડી રાતે કાર્ડિયાક અરેસ્ટને કારણે શેફાલી જરીવાલાનું નિધન થયું હતું. લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેનારી શેફાલીની બ્રાન્ડ વેલ્યુમાં બિલકુલ ઘટાડો નહોતો થયો અને તેની નેટવર્થ પણ જોરદાર હતી. ચાલો જાણીએ એક્ટ્રેસની નેટવર્થ વિશે…

આપણ વાંચો: અભિનેત્રી શેફાલી જરીવાલાનું અકાળ અવસાન, 15 વર્ષ સુધી લડી આ અકળ બીમારી સામે

મીડિયા રિપોર્ટ્સની વાત કરીએ તો શેફાલી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ પણ કરોડો રૂપિયાની સંપત્તિની માલિક હતી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર તેની કુલ નેટવર્થ 10 લાથ ડોલર એટલે 85.4 કરોડ રૂપિયાથી પણ વધુ છે.

ખાસ વાત એ છે કે ફિલ્મોથી દૂર રહીને પણ એક્ટ્રેલની બ્રાન્ડ વેલ્યુમાં બિલકુલ ઘટાડો થયો નથી અને તે અનેક પ્રકારના શોમાં દેખાઈ ચૂકી છે જેના માટે તે લાખો રૂપિયાની ફી વસૂલ કરતી હતી.

મીડિયા રિપોર્ટ્સની વાત પ્રમાણે તો તે એક શો માટે 10 લાખથી 25 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરતી હતી અને ખાસ વાત એ છે કે આ ચાર્જ 35થી 40 મિનિટના પર્ફોર્મન્સ માટે રહેતો. જોકે, જોવાની વાત એ છે કે આજે કરોડો રૂપિયાની માલિક એવી શેફાલીને તેના પહેલાં પર્ફોર્મન્સ માટે ખૂબ જ ઓછી ફી મળી હતી.

આપણ વાંચો: અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન! 42 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો

2002માં રિલીઝ થયેલાં મ્યુઝિક વીડિયો કાંટા લગામાં મેન મોડલ રહી ચૂકેલી શેફાલી જરીવાલા રાતોરાત સ્ટાર બની ગઈ હતી અને આની સાથે શેફાલીએ જૂના ગીતના રિમેક તરીકે રજૂ કરવાનો નવો ટ્રેન્ડ પણ સેટ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો આ ગીત માટે શેફાલીને એ સમયે 7 હજાર રૂપિયા જ ચૂકવવામાં આવ્યા હતા, પણ આ ગીત હિટ થયા બાદ તેણે લાખો રૂપિયાની ફી વસૂલવાનું શરૂ કર્યું હતું. આ ગીત હિટ થયા બાદ તેને અનેક ફિલ્મોની ઓફર પણ આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે શેફાલી જરીવાલાને વીડિયો સોન્ગ કાંટા લગાથી ફેમ મળી હતી અને ત્યાર બાદ તેણે સલમાન ખાન, અક્ષય કુમાર સાથે ફિલ્મ મુઝસે શાદી કરોગેમાં જોવા મળી હતી.

આ સિવાય તે રિયાલિટી ટીવી શો બિગ બોસ -13માં અને ત્યાર બાદ નચ બલિયેમાં પણ જોવા મળી હતી. શેફાલીના નિધનથી ફેન્સ આઘાતમાં સરી પડ્યા છે અને તેનો પરિવાર પણ એક્ટ્રેસની અણધારી વિદાયથી ભાંગી પડ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button