ડિવોર્સ બાદ આ હોટ બેબને ડેટ કરી રહ્યો છે હાર્દિક પંડ્યા…. વીડિયો જુઓ
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં તેની પત્ની, અભિનેતા નતાસા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કરી હતી, હાલમાં તે ગ્રીસમાં વેકેશન પર છે. જો કે, વેકેશનના તેના ફોટાને કારણે તે બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો હોવાની અફવાઓ ફેલાઈ છે.
હાર્દિકથી અલગ થયા બાદ નતાશાએ દેશ છોડી દીધો છે. તે તેના પુત્ર સાથે સર્બિયા જતી રહી છે અને ત્યાંથઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી પીરસતી રહે છે. આ દરમિયાન હાર્દિક પણ તેની નવી જિંદગીમાં સેટલ થઇ રહ્યો છે. હાલમાં તે ગ્રીસમાં વેકેશન મોડમાં છે. તે ત્યાંથી તેના ફોટાઓ શેર કરી રહ્યો છે, જેને કારણે તે એક હોટ બેબને ડેટ કરી રહ્યો હોવાની અટકળોએ જોર પકડ્યું છે.
હાર્દિકે ગ્રીસ વેકેશનથી પોતાનો એક કિલર વીડિયો શેર કર્યો છે. હાર્દિકે સ્વિમિંગ પૂલની આસપાસ પોઝ આપતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હાર્દિક સુંદર લોકેશન પર ફૂલ ચીલ મોડમાં જોવા મળી રહ્યો છે. હાર્દિકના ચહેરાની મુસ્કાન જણાવે છે કે તે કેટલું એન્જોય કરી રહ્યો છે. અને તેનો સ્વેગ પણ જોવા લાયક છે. તેણે પ્રિન્ટેડ શર્ટ અને બેજ પેન્ટ પહેર્યું છે. તમે હાર્દિકની પોસ્ટ જુઓ.
બસ આ પોસ્ટ જોયા બાદ જ તેના ફેન્સને લાગે છે કે હાર્દિક ત્યાં એકલો નથી, પણ બ્રિટીશ હોટ હોટ બેબ જાસ્મિન વાલિયા છે. હવે તમને વિચાર આવશે કે વીડિયોમાં તો હાર્દિક એકલો જ દેખાઇ રહ્યો છે, તો પછી તેનું અને જાસમીન વાલિયાનું શું કનેક્શન આવે! તો ધીરજ ધરો. અમે તમને એ કનેક્શન જણાવીશું.
હવે આ જ સમયગાળામાં બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયાએ પણ ગ્રીસના સેમ લોકેશનથી પોતાના વેકેશનની તસવીરો શેર કરી છે. જાસ્મિને સ્વિમિંગ પૂલ પાસે ઉભા રહીને બ્લુ બિકીનીમાં પોતાની તસવીરો શેર કરી હતી. સૂરજના તાપથી બચવા માટે તેણે સ્ટ્રો ટોપી પણ પહેરેલી છે. તમે આ સોશિયલ મીડિયા પોસ્ટ જુઓ.
હાર્દિક અને જસ્મીન એક જ જગ્યાએ વેકેશન એન્જોય કરતા જોઈને ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે હાર્દિક અને જાસ્મીન સાથે છે. હાર્દિક અને જસ્મીનની પોસ્ટ જોત જોતામાં વાયરલ થઈ ગઇ છે અને બંનેના સીક્રેટ રેલિશનશીપમાં હોવાની અટકળો તેજ બની રહી છે. જસ્મીનના પોસ્ટ પર ફેન્સ કમેન્ટ પણ કરી રહ્યા છે કે તે હાર્દિક સાથે જ એન્જોય કરી રહી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે જસ્મિનની પોસ્ટ પર કોમેન્ટ કરી, “હાર્દિક પંડ્યા અને તમે સાથે, ગ્રીસમાં નવા લવ બર્ડ્સ એન્જોય કરી રહ્યાં છે.
જસ્મીન વાલિયા એક બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે. ઇંગ્લેન્ડના એસેક્સમાં ભારતીય મૂળના માતા-પિતાને ત્યાં જન્મેલી, જાસ્મિને સૌ પ્રથમ બ્રિટિશ રિયાલિટી ટીવી શ્રેણી ‘ધ ઓન્લી વે ઇઝ એસેક્સ (TOWIE)’માં ભાગ લઈને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. 2014 માં તેણે તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જ્યાં તેણે તેના લોકપ્રિય ગીતોના કવરના વીડિયો બહાર પાડ્યા.
તેણે ઝેક નાઈટ, ઇન્ટેન્સ-ટી અને ઓલી ગ્રીન મ્યુઝિક જેવા કલાકારો સાથે પણ સહયોગ કર્યો છે. વર્ષ 2018માં બોલિવૂડ ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ના ગીત ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ની રીમેક માટે ચર્ચામાં આવી હતી. 2022માં તે આસિમ રિયાઝ સાથે ‘નાઈટ એન ફાઈટ્સ’ મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. જાસ્મિનના ઈન્સ્ટાગ્રામ પર 6.4 લાખ અને તેની યુટ્યુબ ચેનલ પર 5.7 લાખ ફોલોઅર્સ છે.
Also Read –