બધાઈ હો: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી એક નન્હીં પરી…

લાંબા સમયથી ફેન્સ જે ગુડ ન્યુઝની રાહ જોઈ રહ્યા હતા એ ગુડ ન્યુઝ આખરે આવી ગયા છે. બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને ટીમ ઈન્ડિયાના ખેલાડી કેએલ રાહુલ હવે મમ્મી-પપ્પા બની ગયા છે. આથિયાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો છે. ખુદ કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ન્યુઝ ફેન્સ સાથે શેર કર્યા હતા.
બોલીવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે ગયા વર્ષે જ પ્રેગ્નન્સી એનાઉન્સ કરી હતી અને ત્યારથી જ ફેન્સ આ કપલ ક્યારે ગુડ ન્યુઝ આપે છે એની રાહ જોઈ રહ્યા હતા. હવે આજે આખરે ફાઈનલી એ હેપ્પી મૂવમેન્ટ આવી ગઈ છે જ્યારે આથિયા શેટ્ટીએ નાનકડી ઢિંગલીને જન્મ આપ્યો છે.
આથિયાએ પણ 24મી માર્ચના પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં ગુડ ન્યુઝ શેર કરી હતી. એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું હતું અમે દીકરી પેરેન્ટ્સ બની ગયા છીએ. આથિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે.

કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે આ ગુડ ન્યુઝ શેર કર્યા હતા ત્યારથી ફેન્સ, ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આથિયા શેટ્ટી બોલીવૂડના સુપર સ્ટાર સુનિલ શેટ્ટીની દીકરી છે અને આ ગુડ ન્યુઝ સાથે જ સુનિલ શેટ્ટી નાના બની ગયા છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સરને મારી નાખવાની ધમકી, હવે અભિનેત્રીએ આ પગલું ભર્યું
અત્રે ઉલ્લેખનીય છે કે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં કેએલ રાહુલે પોતાના દમદાર પરફોર્મન્સથી લોકોના દિલ જિતી લીધા હતા અને સોશિયલ મીડિયા પર સુનિલ શેટ્ટીએ પણ રાહુલની પ્રશંસા કરતી પોસ્ટ શેર કરી હતી. સુનિલ શેટ્ટી સારા-ખરાબ બંને સમયમાં હંમેશા દીકરી આથિયા અને જમાઈ રાહુલ સાથે ઉભેલા જોવા મળે છે.