ઓટીટી પર કેમ ટ્રેન્ડિંગ છે આ મલિયાલમ ફિલ્મઃ IMD રેટિંગ્સમાં પણ ટૉપ પર

દક્ષિણ ભારતની ફિલ્મો કમાણી તો સારી કરે જ છે, પરંતુ તેના કરતા દર્શકોને સારું કન્ટેન્ટ પૂરું પાડે છે અને તેમની વાર્તા અને વાર્તા કહેવાની રીત હિન્દીબેલ્ટના દર્શકોને પણ એટલી જ ગમી ગઈ છે. આવી જ એક ફિલ્મ આજકાલ ઓટીટી પર ટ્રેન્ડ થઈ રહી છે. આ ફિલ્મનું બજેટ જે તે સમયે સામાન્ય જ હતું, પરંતુ આ થ્રિલર સ્ટોરીએ સારી એવી કમાણી કરી હતી અને હવે જીયો સ્ટાર પર રિલિઝ થતાં જ તે ટ્રેન્ડમાં આવી ગઈ છે. (OTT Trending)

આ ફિલ્મનું નામ છે કિષ્કિંધા કાંડમ (Kishkindha Kaandam). 2024માં મલિયાલમ ભાષામાં આ સસ્પેન્સ થ્રિલર રિલિઝ થઈ હતી. બહુલ રમેશે લખેલી અને દિનજીથ અય્યાથન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં આસિફ અલી, અપર્ણા બાલમુરલી, વિજય રાઘવન, જગદીશ અને અશોકન લીડ રોલમાં છે. જોકે તમે ભલે આ બધા નામથી પરિચિત ન હોવ પણ ફિલ્મની સ્ટોરી, મ્યુઝિક વગેરે એટલું તો એપ્ટ છે કે જોવાની મજા પડી જશે.
ફિલ્મના બજેટની વાત કરીએ તો તમને માનવામાં નહીં આવે કે માત્ર 7 કરોડ રૂપિયામાં આ ફિલ્મ બની છે, પરંતુ તેણે થિયેટરમાં રૂ. 49 કરોડની બંપર કમાણી કરી છે અને ગ્લોબલી રૂ. 76 કરોડનિી કમાણી કરી છે. હવે આ ફિલ્મ તમને ઘરે બેઠા હિન્દીમાં પણ જોવા મળશે. જેમને થ્રિલર અને ઈમોશન્સના તડકાવાળી ફિલ્મો ગમે છે તેમની માટે ફિલ્મ એક ટ્રિટ જેવી છે.
તો રજાઓમાં સમય મળે તો ચોક્કસ આ ફિલ્મ જોજો.
આપણ વાંચો: મરાઠી ભાષાને લઈને આ શું બોલી ગયો Aamir Khan? તમે જાતે જ વાંચી લો…