કિંજલ દવે ફિયાન્સ ધ્રુવિન સાથે વિદેશમાં વેકેશનમાં મસ્ત, દરિયાકિનારે લીધી શાની મજા ?

ગુજરાતી સિંગર કિંજલ દવે ફિયાન્સ ધ્રુવિન સાથે વિદેશમાં વેકેશનમાં મસ્ત છે. માલદિવમાં તેઓ દરિયાકિનારે મજા માણી રહ્યા છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કિંજલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર મંગેતર ધ્રુવિન શાહ સાથેની કેટલીક રોમેન્ટિક અને આકર્ષક તસવીરો શેર કરી છે, જે તેના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.
શેર કરવામાં આવેલી તસવીરોમાં કિંજલ દવે અને ધ્રુવિન શાહ માલદિવના નીલા પાણી અને સફેદ રેતી વચ્ચે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. કિંજલે તેના વેકેશન લૂકમાં સ્ટાઇલિશ આઉટફિટ્સ પહેર્યા છે, જ્યારે ધ્રુવિન સાથેની તેની કેમિસ્ટ્રી ચાહકોનું દિલ જીતી રહી છે.
કિંજલ અને ધ્રુવિન દરિયાની માજા માણી રહી રહ્યા છે. અન્ય એક તસવીરમાં બંને હાથમાં હાથ નાંખીને સૂર્યાસ્ત નિહાળી રહ્યા છે. કિંજલ દવે અને ધ્રુવિનની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત એક સોંગ પર બંને ડાંસ કરતા પણ જોવા મળી રહ્યા છે.

કિંજલ દવેએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાની સાથે જ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ્સનો વરસાદ શરૂ થઈ ગયો છે. ચાહકો આ જોડીને ‘પરફેક્ટ કપલ’ ગણાવી રહ્યા છે. કિંજલ અવારનવાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતી હોય છે, પરંતુ માલદિવની આ તસવીરો અત્યારે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે.
યુઝર્સે લખ્યું, તમારી પોસ્ટ જોઈને કેટલાક લોકોને બળતરા થતી હશે. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું- ધ્રુવિનભાઈ અને કિંજલ તમને તથા તમારા પરિવારને નવા વર્ષની શુભકામના. એક યુઝર્સે લખ્યું, ભગવાન આ સુંદર કપલને સુખી રાખે.
ધ્રુવિન અને કિંજલે 6 ડિસેમ્બરના રોજ સગાઈ કરી હતી. તેમની સગાઈની તસવીરો સામે આવતા હોબાળો મચ્યો હતો. કિંજલ દવે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા ન્યાત બહાર મુકવામાં આવી હતી. ઔદિચ્ય બ્રહ્મ સમાજના આ નિર્ણય બાદ કિંજલ દવેએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેણે કહ્યું જય માતાજી, હર મહાદેવ મિત્રો. મારા જીવનના એક નવા પડાવની શરૂઆતમાં પ્રેમ અને આશીર્વાદ આપનારા દરેકનો હું આભાર માનું છું. મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક-વિતર્ક અને ચર્ચાઓ ચાલી રહી છે, જેને કારણે હું અત્યાર સુધી મૌન હતી. પણ હવે વાત જ્યારે મારા પરિવાર અને ખાસ કરીને મારા પિતા સુધી પહોંચી છે, ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન થતું નથી અને તેથી મારે બોલવું પડ્યું છે.
આ પણ વાંચો…મંગેતર ધ્રુવિન શાહ સાથે આ ક્યાં વેકેશન માણી રહી છે કિંજલ દવે? ફોટો થયા વાઈરલ…



