મનોરંજન

મંગેતર ધ્રુવિન શાહ સાથે આ ક્યાં વેકેશન માણી રહી છે કિંજલ દવે? ફોટો થયા વાઈરલ…

ગુજરાતીની જાણીતી લોકગાયિકા અને લાખો દિલોની ધડકન કિંજલ દવે હાલમાં પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી બ્રેક લઈને વેકેશન મોડમાં છે. કિંજલ દવે તેના મંગેતર ધ્રુવિન શાહ સાથે માલદિવના આ સુંદર દરિયા કિનારે રજાઓની મજા માણતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર આ કપલની તસવીરોએ ભારે ધૂમ મચાવી છે. આ વેકેશનની સૌથી ખાસ વાત તો એ છે કે કિંજલ અને ધ્રુવિને માલદિવ જવા માટે પ્રાઈવેટ જેટની પસંદગી કરી હતી. કિંજલ દવેએ સોશિયલ મીડિયા પર પ્રાઈવેટ જેટની અંદર અને બહારની કેટલીક શાનદાર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ વૈભવી મુસાફરી જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને આ જોડીના રોયલ અંદાજની સતત ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો : ‘કિંજલ દવે મનફાવે ત્યાં સગાઈ કરી શકે તો અમને પણ બહિષ્કારનો હક છે’

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટોમાં કિંજલ અને ધ્રુવિન અત્યંત સ્ટાઇલિશ અને ટ્રેન્ડી આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. તેમની કેમિસ્ટ્રી અને લુકને કારણે ચાહકો તેમને સોશિયલ મીડિયા પર રોયલ કપલ કહીને સંબોધી રહ્યા છે.

વાત કરીએ કિંજલ અને ધ્રુવિનના વેકેશન લુકની તો બંને જણ વેકેશન વાઈબને મેચ કરતા એકદમ કુલ અને ફેશનેબલ આઉટફિટ પહેર્યા હતા. ફેન્સ આ ક્યુટ કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે. માલદિવના બ્લ્યુ વોટર અને સુંદર એસ્થેટિક રિસોર્ટમાં પહોંચ્યા બાદ કિંજલે ત્યાંના સુંદર વ્યુના ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે.

આ પણ વાંચો : મેસ્સીનો જાદુઃ કરિના-ટાઇગરથી લઈને અજય દેવગણ સુધીના સેલેબ્સ મળવા પહોંચ્યા

બ્લ્યુ સી વોટર અને આલાગ્રાન્ડ રિસોર્ટના બેકગ્રાઉન્ડમાં કિંજલે સુંદર ફોટો શેર કર્યા છે. દરિયા કિનારે હળવા મૂડમાં જોવા મળતી કિંજલના આ ફોટો તેના ફેન્સ માટે એક ટ્રીટ સમાન છે. કિંજલ દવે અવારનવાર વિદેશ પ્રવાસના ફોટા શેર કરતી હોય છે, પરંતુ આ વખતે પ્રાઈવેટ જેટમાં તેની મુસાફરી અને ધ્રુવિન સાથેની રોમેન્ટિક ક્ષણોએ સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે.

કિંજલના ગીતો જે રીતે રીલિઝ થતાંની સાથે જ હિટ થઈ જાય છે, એ જ રીતે સોશિયલ મીડિયા પર કિંજલ દવે અને ધ્રુવિન શાહના માલદીવ વેકેશનના ફોટો પણ તૂફાન વાઈરલ થઈ ગયા હતા. નેટિઝન્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર સિંગરના ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલા વરસાવી રહ્યા છે. ફેન્સ કપલને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button