મનોરંજન

રોમાન્સનો કિંગ શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર માત્ર પાંચ જ મહિલાઓને ફોલો કરે છે

મુંબઈઃ શાહરૂખ ખાનને આમ તો બોલિવુડનો કિંગ ખાન કહેવામાં આવે છે. ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં તેના લાખો ચાહકો છે. તેની ફિલ્મો પણ કરોડોની કમાણી કરે છે. તેના જન્મ દિવસે મન્નતની બહાર હજારોની સંખ્યામાં ચાહકો તેની એક ઝલક જોવા માટે આવે છે. મહત્વની વાત એ છે કે, શાહરૂખ ખાન તેના ચાહકોની કદર પણ કરે છે, અને માન પણ આપે છે. શાહરૂખ ખાનની એક્ટિંગના આજે પણ ખૂબ જ વખાણ કરવામાં આવે છે. માત્ર બોલિવુડમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ શાહરૂખ ખાન કિંગ છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કરોડો ફોલોવર્સ છે. પરંતુ શાહરૂખ પોતે માત્ર 6 લોકોને જ ફોલો કરે છે! શું તમે જાણો છો આ 6 લોકો કોણ છે? ચાલો જાણીએ…

શાહરૂખ ખાન જેને પણ ફોલો કરે છે, તે તમામ લોકો તેની ખૂબ જ નજીકના છે. આ લિસ્ટમાં તેનો દીકરો આર્યન એકલો જ પુરૂષ બાકી બધી એટલે કે પાંચેય મહિલાઓ છે. શાહરૂખ ખાનના ફોલો લિસ્ટમાં 5 મહિલાઓનું હોવું એ વાતની સાબિતી છે કે, તે આ 5 માહિલા સાથે ઘનિષ્ઠ સંબંધ હશે. આમાં લિસ્ટમાં ગૌરી ખાન, સુહાના ખાન, આળિયા ચિબ્બા, પૂજા દદલાની અને કાજલ આનંદનું નામ આવે છે. તો ચાલો આ 5 મહિલઓ વિશે જાણીએ કે, શા માટે શાહરૂખ ખાન તેને ફોલો કરે છે? કિંગ ખાન સાથે આ મહિલાઓનો શું સંબંધ છે?

આ પણ વાંચો: શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ કર્યો કરોડોનો નફો, જાણો હવે શું કર્યું?

ગૌરી ખાન

Happy Birthday: Shah Rukh Khan's wife Gauri has been married not once but thrice

શાહરૂખ ખાનની ફોલો લિસ્ટમાં એક નામ તેની પત્ની ગૌરી ખાનનું નામ આવે છે. અને તેનું નામ આવે તેમાં કઈ અચરજ પામવાની જરૂર નથી. ફિલ્મોની વાત કરવામાં આવે તો, શાહરૂખ ખાને અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, પરંતુ તેની સૌથી નજીક તેને સૌથી વધારે ચાહે છે તે ગૌરી ખાન જ છે. તમને જણાવી દઈએ કે, કિંગ ખાન બન્યા પહેલા શાહરૂખ ખાન ગૌરીને મળ્યો અને બન્ને પ્રેમમાં પડ્યાં હતા. થોડા સમય બાદ જ બન્ને લગ્ન કરી લીધા હતા. અત્યારે તેમના લગ્નને 30 વર્ષ થઈ ગયા છે અને બોલિવુડના સૌથી સારા કપલ તરીકે ઓળખાય છે.

સુહાના ખાન

Actor Abhay Verma got a special role in Shah Rukh and Suhana Khan's film

શાહરૂખ ખાનને પોતાના બાળકોથી ખૂબ જ પ્રેમ છે. તે પોતાના બાળકોને કેટલો પ્રેમ કરે છે? તેની અનેક વખત સાબિતી પણ આપી છે. તો શાહરૂખની ફોલો લિસ્ટમાં બીજુ નામ છે સુહાના ખાનનું. તે પોતાની દીકરી સુહાનાની ખૂબ સંભાળ પણ રાખે છે. તેના કારણે કે જ અભિનેતા દીકરી સુહાનાને ફોલો કરે છે. આ અભિનેતા તેના દરેક ફોટાને લાઈક કરે છે. એટલું જ નહીં પરંતુ દરેક પોસ્ટ પર કોમેન્ટ પણ કરે છે. હવે શાહરૂખ ખાન પોતાની દીકરી સાથે એક ફિલ્મ પણ કરી રહ્યો છે.

આલિયા છિબા

શાહરૂખ ખાન માટે તેનો પરિવાર જ બધું છે! શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામ પર જે 5 મહિલાઓને ફોલો કરે છે, તેમાં આલિયા છિબા પણ તેના પરિવાર સાથે પણ સંબંધિત છે. આલિયા છિબા દિલ્હીમાં રહે છે અને ગૌરી ખાનની ભત્રીજી છે. શાહરૂખ ખાન આલિયાના ફૂવા થાય છે અને તે તેના સાળાની પુત્રી છે. આલિયા તેના પિતરાઈ ભાઈઓ સુહાના, આર્યન અને અબરામની ખૂબ નજીક છે અને ઘણી વખત તેમની સાથે જોવા મળી છે.

પૂજા દદલાણી

માત્ર 6 લોકોને શાહરૂખ ખાન ફોલો કરે છે, તેમાં એક નામ પૂજા દદલાણીનું પણ આવે છે.પૂજા દદલાની શાહરૂખ ખાનની મેનેજર છે. શાહરૂખ ખાન અને પૂજા દદલાની બંને હંમેશા સાથે જોવા મળે છે. પૂજા દદલાણી આખા પરિવાર સાથે જોડાયેલી છે. પૂજા 2012 થી શાહરૂખ ખાનની મેનેજર છે અને ત્યારથી તે તેમની સાથે નજીકથી કામ કરી રહી છે. શાહરૂખ ખાનને પૂજા દદલાની પર ખૂબ જ વધારે વિશ્વાસ છે એટલા માટે જ તે 2012 થી પૂજા તેની મેનેજર છે.

કાજલ આનંદ

શાહરૂખ ખાનના ફોલો લિસ્ટમાં એક નામ કાજલ આનંદનું પણ આવે છે. આ પાંચ મહિલાઓ તેના પરિવાર સમાન છે. કાજલ મોટા ભાગે સ્ટાર પાર્ટીઓને હોસ્ટ કરે છે. જેથી કાજલ આનંદ શાહરૂખ ખાન અને ગૌરીખાનની નજીકની મિત્ર પણ છે. મહત્વની વાત એ છે કે, કાજલ વ્યવસાયે વકીલ છે, એટલું જ નહીં પરંતુ તેની પાસે સારી એવી મિલકત પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button