કિમ કાર્દેશિયને ગણેશજીની મૂર્તિ સાથે વિચિત્ર પોઝ આપ્યો, પછી…..
ઇન્ટરનેશનલ રિયાલિટી ટેલિવિઝન સ્ટાર કિમ કાર્દાશિયન તાજેતરમાં મુંબઇમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી હતી. તાજેતરમાં, જ્યારે તેણે તેના સોશિયલ મીડિયા પર લગ્ન સમારંભની તસવીરો શેર કરી, ત્યારે ભગવાન ગણેશની મૂર્તિ સાથેની તેની એક તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું. જો કે, આ તસવીર વાયરલ થયા બાદ લોકોએ કિમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું, ત્યારબાદ તેણે તે ફોટો તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી હટાવી લેવો પડ્યો હતો.
કિમે મનીષ મલ્હોત્રાનો ડિઝાઇન કરેલો આઇવરી કલરને લહેંગો પહેરી ફોટો શૂટ કરાવ્યું હતું. નેટીઝન્સને તેનો લુક પસંદ આવ્યો, પરંતુ તેની એક તસવીર ભારતીય ફોલોઅર્સ સાથે સારી ન લાગી. તસવીરમાં કિમ ભગવાન ગણેશની મૂર્તિનો ફોટો પ્રોપ તરીકે ઉપયોગ કરતી જોવા મળે છે અને ફોટો ક્લિક કરાવવા માટે તેના પર ઝૂકી રહી છે. લોકોએ આ ફોટાને ભારતીય સંસ્કૃતિનું અપમાન ગણાવ્યુ હતું અને કિમને ટ્રોલ કરવા માંડી હતી. એક સોશિયલ મીડિયા યુઝરે સીધા જ મુકેશ અંબાણીને ટેગ કરીને કહ્યું, તમારા ગેસ્ટને કેટલીક રીતભાત શીખવો. કેટલાક લોકોએ આ ફોટા શેર કરતા નીચે કમેન્ટ સેક્શનમાં કિમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે જેની સાથે પોઝ આપી રહી છે તે કોઈ શોપીસ કે પ્રોપ નથી, પરંતુ હિન્દુ ભગવાન ગણેશની મૂર્તિ છે.
જોકે, જ્યારે કિમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેણે આ તસવીરોને ડિલીટ કરી દીધી હતી. કિમે કે તેની ટીમે આ અંગે કંઇ જણાવ્યું નથી, પણ ડેમેજ કંટ્રોલ તરીકે કીમે તેના ભારતીય ફેન્સને ખુશ કરવા માટે ઇસ્કોન મંદિરના કેટલાક ફોટા પોસ્ટ કર્યા હતા. અમેરિકા જતા પહેલા કિમ અને તેની બહેન ખલો કાર્દાશિયને મુંબઈના જુહુમાં આવેલા ઈસ્કોન મંદિરમાં સોશિયલ મીડિયા ઇનફ્લુએન્સર જય શેટ્ટી સાથે થોડો સમય વિતાવ્યો હતો. આ દરમિયાન તેમણે શાળાના બાળકોને ભોજન પણ ખવડાવ્યું હતું. આ તસવીરો જોયા બાદ લોકોનો ગુસ્સો શમ્યો હતો.
Also Read –