ઇન્ટરનેશનલમનોરંજન

પ્રિન્સેસ ડાયનાનો ક્રોસ નેકલેસ પહેરીને કિમ કાર્દશિયન છવાઈ ગઈ…

લોસ એન્જલસઃ તાજેતરમાં અહીં આયોજિત એક આર્ટ ફિલ્મ ઈવેન્ટમાં જાણીતી હોલીવુડની અભિનેત્રી કિમ કાર્દશિયન પ્રિન્સેસ ડાયનાનો જાણીતો અટલ્લા ક્રોસ નેકલેસ પહેર્યો હતો. કરોડો રુપિયાનો નેકલેસ કિમ કાર્દશિયને ડાયના પાસેથી ખરીદ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર લોકોએ તેની આકરી પ્રતિક્રિયા આપી હતી, જ્યારે અનેક લોકોએ ટ્રોલ કરીને ટીકા પણ કરી હતી.

આ પણ વાંચો: કિમ કાર્દેશિયને અંબાણી વેડિંગમાં કોની સાથે સેલ્ફી લીધી

લોસ એન્જલસમાં આયોજિત LACMA Art + Film Gala ઈવેન્ટમાં તમામ સ્ટાર્સની વચ્ચે કિમ કાર્દશિયન છવાઈ ગઈ હતી. અહીંની ઈવેન્ટમમાં કિમના બોલ્ડ લૂક સાથે તેમાંય વળી ડાયનાના ક્રોસ નેકલેસને જોઈને લોકો દંગ રહી ગયા હતા, જ્યારે તેને કારણે ટીકા પણ થઈ હતી.

અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે દિવંગત પ્રિન્સેસ ડાયનાએ એ ક્રોસવાળો નેકલેસ 1987માં આયોજિત એક ચેરિટી ઈવેન્ટમાં પહેર્યો હતો, જ્યારે આ નેકલેસને લોકો અટલ્લા ક્રોસ નેકલેસ પણ કહે છે. તેની કિંમતની વાત કરીએ તો ગયા વર્ષે લિલામીમાં કરોડો રુપિયા 1.66 કરોડમાં ખરીદ્યો હતો, ત્યાર પછી પહેલી વખત કિમે આ નેકલેસને જાહેરમાં પહેરીની જોવા મળી હતી.

આ પણ વાંચો: Golden Matalic ડ્રેસમાં ચાહકોની હાર્ટબીટ વધારી સાઉથની આ એકટ્રેસે…

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા લૂકને જોઈને લોકોએ તેની આકરી ટીકા કરી હતી. યૂઝરે કહ્યું હતું કે પ્રિન્સેસ ડાયના એક ક્લાસ અને બ્યુટી રહી છે, પરંતુ કિમ પ્લાસ્ટિક છે. બીજા એક યૂઝરે લખ્યું હતું કે કિમ કાર્દશિયન પ્રિન્સેસ ડાયનાના એક વાળ બરાબર નથી, જ્યારે ત્રીજાએ લખ્યું હતું કે આ પ્રિન્સેસ ડાયના અને ચર્ચનું અપમાન છે. અન્ય એક યૂઝરે પણ કહ્યું હતું કે આ પ્રકારે ધાર્મિક પ્રતીકનો ઉપયોગ કરવાનું અપમાનજનક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button