કિયારાએ ઉજવી ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી, તસવીરો વાઇરલ

મુંબઈ: બૉલીવૂડના ફેમસ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નને સાત ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થયું હતું. સિદ્ધાર્થ-કિયારાએ તેમની વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરવા માટે બંને સિદ્ધાર્થના ઘરે એટલે કે દિલ્હી ગયા હતા.

પહેલી એનિવર્સરીની ઉજવણીમાં કિયારાએ પોતાના સાસરે જઈને ફૅમિલી સાથે ઉજવણી કરી હતી. સિદ્ધાર્થ-કિયારાના આ સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહી છે. સેલિબ્રેશન પછી બંને વેલેન્ટાઈન ડે માટે એક વેકેશન પર ગયા હોવાની ચર્ચાને પણ વેગ મળ્યો છે.

સાત ફેબ્રુઆરી 2023ના રાજસ્થાનના જેસલમેરમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ધામધૂમથી લગ્ન થયા હતા, જેથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના વાઇરલ થતાં ફોટા તેમની વેડિંગ એનિવર્સરીના હોય શકે છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. સિદ્ધાર્થે તેની એનિવર્સરી દિવસે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી અને તેના અને કિયારાની જોડીને ‘પાવર કપલ’ એવું કેપશન પણ આપ્યું હતું.

ફિલ્મ ‘શેર શાહ’ની શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ-કિયારાની લવસ્ટોરીની શરૂઆત થઈ હતી. જોકે બંનેએ પોતાના રિલેશનને છુપાવી રાખ્યું હતું અને તે પછી બંને અનેક પાર્ટી અને બીજા ઈવેન્ટ્સમાં સાથે જોવા મળતા તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન કિયારાએ એક શોમાં તેના અને સિદ્ધાર્થના રિલેશન બાબતે હિંટ આપી હતી.

લગ્ન બાદ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના અમુક સમય સુધી ફિલ્મોથી દૂર રહ્યા હતા, પણ સિદ્ધાર્થે રોહિત શેટ્ટીની વેબ સીરિઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’થી ઈન્ડસ્ટ્રીમાં ફરી કમબેક કર્યું હતું. આ સીરિઝમાં તેની સાથે વિવેક ઓબોરોય અને શિલ્પા શેટ્ટી પણ જોવા મળ્યા હતા.