મનોરંજન

હવે કિયારા અડવાણી આ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં ભાગ લેશે

મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં પણ ભાગ લઈ શકે છે. જ્યાં તે વીમેન ઈન સિનેમામાં ઈન્ડિયાને પ્રેઝન્ટ કરશે. શેરશાહ અને ભૂલ ભૂલૈયા2 જેવી ફિલ્મોમાં પોતાની દમદાર ભૂમિકાથી દિલ જીતનારી કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર સક્રિય રહેછે. આગામી દિવસોમાં 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવાની વાતને લઈ છવાયેલી રહે છે.

આજથી શરુ થનારા 77મા ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે. સિનેમા અને ફેશનજગતની સેલિબ્રિટીઝ માટે આ ફેસ્ટિવલની ઈંતજારી રહે છે. ત્યારે હવે આ ઈવેન્ટમાં ભારતની જાણીતી અભિનેત્રી સાથે કિયારાનું નામ પણ જોડાયું છે.


આ પણ વાંચો:
ઐશ્વર્યા રાય અને અદિતિ રાવ હૈદરી Cannes Film Festivalમાં ચાર ચાંદ લગાવશે

મળતાઅહેવાલ પ્રમાણે કિયારા અડવાણી વીમેન ઈન સિનેમા ગાલાના ડિનરમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. કિયારાના નવા અચીવમેન્ટ મુદ્દે તેના ચાહકોમાં ખુશાલી જોવા મળી છે. આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય અને અદિતિ રાવ હૈદરી પણ ભાગ લેશે. હીરામંડીમાં જોવા મળેલી અદિતિ રાવ હૈદરીએ આ ફિલ્મમાં બિબ્બોજાનની ભૂમિકાથી વધુ લોકપ્રિય બની છે. આ અગાઉ અદિતિ રાવ હૈદરીએ પણ ફેસ્ટિવલમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી.


આ પણ વાંચો:
ફાળો ઉઘરાવી બનેલી સ્મિતા પાટીલની આ ફિલ્મ હવે જશે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં

કિયારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો સાઉથના અભિનેતા રામ ચરણની સાથે ગેમ ચેન્જરમાં જોવા મળશે. આ ફિલ્મમાં પહેલી વખત રામચરણ સાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રોજેક્ટ સિવાય કિયારા પાસે રિતિક રોશન અને જુનિયર એનટીઆરની વોરટૂમાં જોવા મળશે. ડોન-થ્રીમાં પોતાની એક્ટિંગનો જાદુ પાથરશે, જ્યારે આ ફિલ્મમાં લીડ રોલમાં રણવીર સિંહ જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો