‘હાઉ ડેર યુ’ કરીના કપૂરને કેમ ટાર્ગેટ કરી કિયારાએ અડવાણીએ ? જાણો
કરીના કપૂર ખાન ઉર્ફે બેબો આજકાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેવા માંડી છે. તે તેના ફોટોઝ, વીડિયોઝ તેના ફેન્સ સાથે શેર કરીને તેમની સાથે ટચમાં રહેવાનો પ્રયાસ કરતી હોય છે. ટ્રેડિશનલ હોય કે ઇન્ડો-વેસ્ટર્ન હોય કે પછી ફૂલ વેસ્ટર્ન આઉટફીટ- દરેક સ્ટાઇલ કરીનાને સારી લાગે છે. એ દરેક આઉટફીટમાં સુંદર દેખાતી હોય છે. હવે હાલમાં જ એણે ટ્રેડિશનલ આઉટફીટમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં તે સીધા, સાદા ડ્રેસમાં સુંદર લાગી રહી છે. તેના ફોટા વાયરલ થયા બાદ ફેન્સ પણ તેની પ્રશંસા કરી રહ્યા છે અને ધડાધડ કમેન્ટ કરી રહ્યા છે. જોકે, માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ પણ કરીનાની સુંદરતા પર વારી ગઇ હોય એવું લાગે છે. હવે આ બધાની વચ્ચે કિયારા અડવાણીએ કંઇક એવી કમેન્ટ કરી છે કે બધા જ આશ્ચર્યચકિત થઇ ગયા છે.
કિયારા અડવાણીએ કંઇક અલગ જ સ્ટાઇલમાં કરીના કપૂરના વખાણ કર્યા છે. કિયારાએ તેની કમેન્ટમાં લખ્યું છે કે, ‘હાઉ ડેર યુ’ હવે તમને તો ખબર જ હશે કે આ કભી ખુશી કભી ગમ ફિલ્મનો કરીનાનો ફેમસ ડાયલોગ હતો. કિયારાએ આ ડાયલોગ લખીને કરીનાના વખાણ જ કર્યા છે. કરીનાના ફેન્સે બાદમાં આ ડાયલોગ પૂરો કરતા લખ્યું છે કે, ‘તમને આટલા સુંદર દેખાવાનો કોઈ અધિકાર નથી’.
આ પણ વાંચો : આ એક્ટ્રેસના નવા લૂકને જોઈને ફેન્સ થયા બેકાબુ, કહ્યું દિન બના દિયા આપને તો…
કરીનાના ટ્રેડિશનલ લૂકની વાત કરીએ તો તેણે બેઇજ રંગનો એથેનિક ડ્રેસ પહેર્યો છે. આ એથેનિક ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે સ્મોકી આય મેકઅપ, ગ્રીન ઇઅરિંગ્સ અને શીમર લિપ્સ સાથે લુક કંપ્લીટ કર્યો છે. તેણે વાળને બનમાં બાંધ્યા છે. તે ઘણી જ રોયલ લાગી રહી છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કરીના રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ માટે સમાચારમાં છે. કિયારાના અપકમીંગ પ્રોજેક્ટ્સ પર નજર કરીએ તો, તે ‘ગેમ ચેન્જર’ અને ‘વોર 2’ નામની આગામી ફિલ્મોમાં જોવા મળશે.