કિયારા અડવાણીની તબિયત બગડી, હૉસ્પિટલમાં થઇ ભરતી

રિલીઝ માટે મુંબઈમાં ફિલ્મ સિટી ખાતે યોજાયેલી ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં હાજરી આપી શકી ન હતી, રિપોર્ટ અનુસાર, ઈવેન્ટ દરમિયાન હોસ્ટે ફેન્સને કહ્યું હતું કે કિયારા હોસ્પિટલમાં એડમિટ થવાને કારણે ઈવેન્ટમાં હાજરી આપી શકશે નહીં, પરંતુ તેના સ્વાસ્થ્ય વિશે વધુ માહિતી આપવામાં નહીં આવતા ફેન્સ પણ ચિંતામાં છે.
આ પણ વાંચો: બૉલીવૂડમાં ડેબ્યું પહેલા કિયારા અડવાણી કરતી હતી આ કામ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી કિયારા અડવાણી ફિલ્મ ‘ગેમ ચેન્જર’માં જોવા મળશે. કિયારાના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં કિયારા અડવાણીની સાથે સાઉથના સુપરસ્ટાર રામ ચરણ પણ લીડ રોલમાં છે. કિયારા આજે મુંબઈમાં ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી આપવાની હતી, પરંતુ તે ત્યાં પહોંચી શકી ન હતી, આ દરમિયાન કિયારાને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા હતા.
આ પણ વાંચો: કિયારા અડવાણીએ એવું તે શું કહ્યું કે શોનો હોસ્ટ કરણ જોહર ખુદ ચોંકી ઉઠ્યો?
કિયારા અને રામ ચરણની ગેમ ચેન્જર આ વર્ષથી સૌથી મોંઘી ફિલ્મ પણ છે. આ ફિલ્મનું બજેટ 300 કરોડ રૂપિયા છે. તેના એક સોંગ પાછળ જ 75 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા છે, જે દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. ફિલ્મનું નિર્દેશન શંકરનું છે. એક IAS અધિકારી અન્યાય સામે લડતો જોવા મળશે. જેની સામે ભ્રષ્ટાચારી નેતા છે. જોકે, શંકરની મોટા ભાગની ફિલ્મનો થીમ ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડવાનો જ હોય છે.