શ્રીદેવીની લાડલી ખુશી કપૂરે ડેટિંગ લાઈફ અંગે સિક્રેટ રિવિલ કર્યું
મુંબઈઃ શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે પણ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી છે. ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કરનાર ખુશી કપૂરની ખૂબ ચર્ચામાં છે. હવે જો તમે વિચારી રહ્યા હોય કે આ ચર્ચાઓ તેના લૂક કે એક્ટિંગને લઈને છે, તો એવું નથી, પરંતુ પહેલી જ ફિલ્મથી જ્હાન્વી કપૂરની બહેન તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. ખુશી કપૂર તેની ડેબ્યૂ ફિલ્મ કો-સ્ટાર વેદાંગ રૈનાને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. હવે તેણે પોતાની ડેટિંગ લાઈફ વિશે ખૂલીને વાત કરી છે.
એક ઈન્ટરવ્યૂમાં ખુશીને પૂછવામાં આવ્યું કે તે એક અભિનેત્રી તરીકે ડેટિંગ લાઈફ વિશેની ચર્ચાઓ કેવી રીતે હેન્ડલ કરે છે, તો ખુશીએ કહ્યું હતું કે તે મારા માટે ચોક્કસપણે નવું છે અને એવું કંઈ નથી કે જેના પર મારે વધારે વિચારવું પડ્યું હોય.
હું ઈચ્છું છું કે મારું કામ મુખ્ય હોય. હું સમજું છું કે જ્યારે તમે લોકોની નજરમાં હોવ ત્યારે લોકોને તમારા વિશે જાણવાની ઉત્સુકતા હોય છે, પરંતુ મને લાગે છે કે મારા અંગત જીવનને ખાનગી રાખવું અને મારા કામને પ્રાથમિકતા આપવી શ્રેષ્ઠ છે.’
તે તેના પરિવારમાં કામ સંબંધિત કોની સલાહ લે છે? તેના જવાબમાં ખુશી કપૂરે આગળ જણાવ્યું હતું કે ‘હું સૌથી વધુ જ્હાન્વી, પપ્પા અને અર્જુનભાઈ પાસે જાઉં છું. તેમની પાસે મારા કરતાં ઘણાં વધારે વર્ષોનો અનુભવ છે. તેથી જ્યારે મને ચોક્કસ પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેની સંપૂર્ણ ખાતરી ના હોય ત્યારે તેમના અભિપ્રાય મને ચોક્કસપણે મદદરૂપ થાય છે.’
આ પ વાંચો : રૈના પરિવારની વહુ બનશે કપૂર ખાનદાનની લાડકવાયી? હાથ પર કર્યું બોયફ્રેન્ડનું નામ ફ્લોન્ટ…
ખુશીએ ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમાં સુહાના ખાન, અગસ્ત્ય નંદા, મિહિર આહુજા, અદિતિ સાયગલ અને યુવરાજ મેંડા જેવા કલાકારો પણ હતા. ટૂંક સમયમાં તે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે રોમેન્ટિક ડ્રામામાં જોવા મળશે. ફિલ્મના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.