મનોરંજન

ખુશી કપૂરની વેકેશન તસવીરો વાયરલ: જાણી લો ‘કોની સાથે છે?’

શ્રીદેવી અને બોની કપૂરની દીકરી અને જાહન્વી કપૂરની બહેન ખુશી પણ તેની માતા અને બહેનની જેમ અત્યંત સુંદર દેખાય છે. હજી તો ઇન્ડસ્ટ્રીમાં નવોદિત ગણાતી હોવા છતાં તેના લાખો ચાહકો છે, જે તેના વિશે બધું જ જાણવા માંગે છે. પછી તે ફિલ્મો હોય કે પછી તેનું અંગત જીવન. પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે ત્યારે જાણીએ ક્યાં પહોંચી છે વેકેશન મનાવવા માટે.

khushi kapoor

તો આજે ખુશીના ચાહકોને જણાવી દઈએ કે ખુશી એક ખાસ લોકેશન પર રાજાનો આનંદ માણી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના ફોટા શેર કર્યા છે. ખુશીએ વેકેશન દરમિયાન લીધેલા બોલ્ડ ફોટાઓની એક ઝલક તેના ચાહકો સાથે શેર કરી છે. ખુશીના લેટેસ્ટ વાયરલ ફોટા જુઓ…

ખુશી કપૂર ઘણીવાર પોતાના ફ્રી સમયમાં ફરવા જાય છે. જોકે આ વખતે તેણે એ જણાવ્યું નથી કે તે ક્યાં ફરવા ગઈ છે. સામે આવેલી તસવીરોમાં ખુશીનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ખુશીએ બિકીનીમાં ઘણી તસવીરો શેર કરી છે. ખુશીની આ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ તસવીરો જોઈને તેના ફેન્સ મજેદાર કમેન્ટ કરી રહ્યા છે.

khushi kapoor

કેટલાક લોકો પૂછી રહ્યા છે કે તે આ વેકેશન કોની સાથે ઉજવી રહી છે? ખુશી કપૂરના વેકેશનના ફોટાને અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. એક વ્યક્તિએ ખુશીના ફોટા પર ટિપ્પણી કરી, ‘તું ખૂબ જ સુંદર છે.

ફેન્સને જણાવી દઈએ કે ખુશી કપૂર આ વેકેશન પર તેના મિત્ર ઓરી સાથે છે. ઓરીએ આ વેકેશનનો એક વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં ખુશી પણ જોવા મળી રહી છે.

khushi kapoor & Orry

ખુશી કપૂરે ઝોયા અખ્તરની ફિલ્મ ‘આર્ચીસ’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ‘લવયાપા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં ખુશી સાથે આમિર ખાનનો દીકરો જુનૈદ જોવા મળ્યો હતો. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ ગમી. આ પછી ખુશીએ ‘નાદાનિયા’ કરી હતી.

આપણ વાંચો : ખુશી કપૂરનો સેક્સી લૂક વાયરલ, ઈન્ટરનેટ પર લાગી આગ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button