
મુંબઈઃ ફિલ્મો પાછળ અત્યારે લોકો રૂપિયા ખર્ચવા માટે તૈયાર છે, બસ ફિલ્મો સારી બનવી જોઈએ. હાલ અનેક ફિલ્મોની સિક્વલ બની રહી છે, અને આ સિક્વલ ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલી પણ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, 90 ના દાયકાની કલ્ટ ક્લાસિક ફિલ્મ ખલનાયક (Khalnayak) વિશે એક મોટી અપડેટ આવી છે. આ ફિલ્મમાં માધુરી દીક્ષિત (Madhuri Dixit), સંજય દત્ત (Sanjay Dutt) અને જેકી શ્રોફ (jackie Shroff) જોરદાર અભિનય કર્યો હતો. ખલનાયક ફિલ્મના ગીતોથી લઈને તેની વાર્તા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. સંજય દત્તે બલ્લુ તરીકે પોતાના જોરદાર અભિનયથી બધાનું દિલ જીતી લીધું હતું.
શું ખલનાયકનો બીજો ભાગ બનવા જઈ રહ્યો છે?
હવે 1993 ની બ્લોકબસ્ટર ફિલ્મ ખલનાયકનો બીજો (Khalnayak 2) ભાગ બનવા જઈ રહ્યો છે. ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ (Subhash Ghai) દ્વારા આ વિગતો શેર કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુભાષ ઘાઈ આ ફિલ્મની સિક્વલ બનાવવા માટે ઉત્સુક છે. લોકોને એ પણ પ્રશ્ન છે કે, શું આ ફિલ્મમાં જૂના પાત્રો જ કામ કરશે? મીડિયા રિપોર્સ્ટ પ્રમાણે આ ફિલ્મની કહાણી નવા પાત્રો પર આધારિત હશે. તેનો અર્થ એ થયો આ ફિલ્મમાં નવા પાત્રોને સ્થાન આપવામાં આવશે.
ખલનાયક 2ની કહાણી લખાઈ ગઈ છેઃ મીડિયા રિપોર્સ્ટ
જો કે, ફિલ્મના ચાહકો માટે ખુશીની વાત એ છે કે, આ સિક્વલ ફિલ્મમાં માધુરી દીક્ષિત અને સંજય દત્ત પણ ખાસ ભૂમિકામાં જોવા મળી શકે છે. પરંતુ આ પ્રોજેક્ટ હજુ બની રહ્યો છે, પરંતુ સુભાષ ઘાઈ અને તેમની ટીમ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય પહેલા એવા સમાચાર પ્રકાશમાં આવ્યાં હતા કે, ખલનાયક 2ની કહાણી લખાઈ ગઈ છે અને મેકર્સ સંજય દત્તના ખૂબ જ પ્રખ્યાત પાત્ર બલ્લુ બલરામનો રોલ ભજવી શકે તેના પાત્રની શોધ કરી રહ્યાં છે. જો કે, સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ફિલ્મનો છેલ્લો ભાગ લખાઈ રહ્યો છે. ચાહકો તેની રાહ જોઈ રહ્યાં છે કે, આ ફિલ્મમાં બલ્લુંના પાત્રમાં કોણ આવશે?
આપણ વાંચો : સંજય દત્ત સાથે આ ક્રિકેટર સાથે પણ ચર્ચાયું હતું માધુરી દિક્ષિતનું નામ, બન્નેમાં નડ્યા વિવાદો