ક્યૂંકી સાસ ભીઃ અરરર…બોલીને છવાઈ જનારી દક્ષા વિરાણીનો રોલ કોણ કરશે? | મુંબઈ સમાચાર

ક્યૂંકી સાસ ભીઃ અરરર…બોલીને છવાઈ જનારી દક્ષા વિરાણીનો રોલ કોણ કરશે?

કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર રહી ચૂકેલી સ્મૃતિ ઈરાનીની સુપરહીટ ડેઈલી સૉપ ક્યૂંકી સાસ ભી કભી બહુ થીની સિઝન-2 આવી રહી છે. આ શૉના પ્રોમો પણ એટલા જ લોકપ્રિય થઈ રહ્યા છે. તુલસી બહુ, મિહિર, સાવિત્રી વિરાણી સહિતના ઘણા એવા પાત્રો છે જેને લોકો આજે પણ યાદ કરે છે. આવું જ એક પાત્ર છે દક્ષા વિરાણીનું. વિરાણી પરિવારની વહુ તરીકે દક્ષાનો પણ સિરિયલમાં દબદબો હતો. આ પાત્રને પદડા પર જીવંત કર્યુ હતું ગુજરાતી રંગમંચની કલાકાર કેતકી દવેએ. દક્ષાનો અરરર અમારે જૂનાગઢ મે તો…ડાયલૉગ બહુ ફેમસ થયો હતો.

હવે ફરી જ્યારે સિરિયલની બીજી સિઝન આવી રહી છે ત્યારે દક્ષા વિરાણીનો રોલ કોણ કરશે તેવો સવાલ સૌને થતો હતો, પરંતુ સિરિયલના બીજા પ્રોમોથી સૌને ખબર પડી ગઈ કે ફરી દક્ષા વિરાણી બની કેતકી દવે જ લોકોનું મનોરંજન કરવા આવી રહી છે.

દક્ષા વિરાણીએ ખુદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રોમો દ્વારા આ જણાવ્યું છે. હિતેન તેજવાની, ગૌરી પ્રધાન, મોની રૉય, પુલકિત બધા જ ફરી આ શૉમાં દેખાવાના છે.

આ સિઝન-2 લિમિટેડ એપિસોડમાં બનશે. જોકે તેની પહેલી સિઝનની લોકપ્રિયતા એટલી છે કે ટીવી સિરિયલ જોવાના શોખિનો બીજી સિઝનની પણ રાહ જોઈ રહ્યા છે. હવે જોઈએ કે બીજી સિઝન શું લઈને આવે છે.

આ પણ વાંચો…‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ ની અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર કામ માંગ્યું

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button