નાગા ચૈતન્ય-શોભિતા પછી હવે આ લોકપ્રિય અભિનેત્રી કરવા જઈ રહી છે લગ્ન…
ચિરંજીવી, રજનીકાંત, થલાપતિ વિજય, મહેશ બાબુ અને વરલક્ષ્મી સરથકુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકેલ સાઉથની અભિનેત્રી કીર્તિ સુરેશ અત્યારે પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનને કારણે ચર્ચામાં છે.
આ પણ વાંચો : Viral Video: Aishwarya Rai-Bachchan ના ફોનના વોલપેપર પર આ કોનો ફોટો?
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલા હવે ચોથી ડિસેમ્બરના બુધવારે લગ્ન કરશે. હવે દક્ષિણ ભારતની ટોચની અભિનેત્રીઓમાંની એક કીર્તિ સુરેશ પણ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. તેણે પોતાના બાળપણના મિત્ર બિઝનેસમેન એન્ટની થાટિલને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યો છે. જાણીએ કીર્તિ સુરેશ ક્યારે, ક્યાં અને કેવી રીતે લગ્ન કરવા જઈ રહી છે.
કીર્તિ સુરેશે હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બિઝનેસમેન એન્ટની થાટિલ સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે, જેના પછી લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે આ મિસ્ટ્રી મેન કોણ છે. એન્ટની થાટિલ મૂળ કોચીના અને હાલ દુબઈના જાણીતા બિઝનેસમેન છે. એન્ટની ચેન્નઈસ્થિત કેપલાથ હબીબ ફારૂક અને એસ્પરોસ વિન્ડો સોલ્યુશન્સ નામની બે કંપનીના માલિક છે.
અભિનેત્રી કીર્તિ સુરેશ ૧૧ ડિસેમ્બરે એન્ટની થટિલ સાથે લગ્ન કરશે. કપલે તેમના ડેસ્ટિનેશન વેડિંગ માટે ગોવા પસંદ કર્યું છે. પરિવારના સભ્યો અને તેમના નજીકના મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપશે.
કીર્તિ વિશે છેલ્લા કેટલાક સમયથી અફવા હતી કે તે રિલેશનશિપમાં છે. થોડા દિવસ પહેલા જ તેણે જાહેર કર્યું હતું કે તે બિઝનેસમેન એન્ટની થાટિલ સાથે ૧૫ વર્ષથી રિલેશનશિપમાં છે. વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે કીર્તિ અને એન્ટનીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : 22 વર્ષની ટીવી અભિનેત્રી રીમ શેખે બ્લેક મોનોકિનીમાં બીચ પર લગાવી આગ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કીર્તિ સુરેશ છેલ્લે સુમન કુમાર દ્વારા નિર્દેશિત ‘રઘુ થાથા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે એમએસ ભાસ્કર, રવિન્દ્ર વિજય, દેવદર્શિની, જયકુમાર પરમેશ્વરન પિલ્લઈ અને રાજીવ રવિન્દ્રનાથન હતા. હવે કીર્તિ સુરેશ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ ‘બેબી જોન’માં વરુણ સાથે મોટા પડદા પર જોવા મળશે.