Amitabh Bachchanએ કેમ કહ્યું કે આજ રાત હમકો નીંદ નહીં આયેગી…

બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 83 વર્ષે પણ સુપર એક્ટિવ છે અને તેઓ હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. આ સાથે સાથે જ તેઓ સોશિયલ મીડિયા પર પણ સુપર એક્ટિવ રહે છે. હાલમાં જ કેબીસીના સેટ પર તેમની સામે હોટસીટ પર રચિતનો નામના કન્ટેસ્ટન્ટ હતા અને તેઓ તેમની એક ભૂલને કારણે એક કરોડ રૂપિયાથી સીધા પાંચ લાખ રૂપિયા પર પહોંચી ગયા. બિગ બી ખુદ રચિતની હારથી દુઃખી થઈ ગયા હતા અને તેમણે કહ્યું કે આજે રાતે તો મને ઊંઘ નહીં આવે…
23મી ઓક્ટોબરનો કેબીસીનો એપિસોડ રચિત નામના રોલઓવર કન્ટેસ્ટન્ટ સાથે થઈ હતી અને તે શાનદાર રીતે એક કરોડ રૂપિયાના સવાલ સુધી પહોંચી ગયો. રચિતને 50 લાખ રૂપિયા માટે પૂછવામાં આવેલો સવાલ કેમેસ્ટ્રીનો હતો અને આ સવાલ પર તેણે લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો અને તેનો જવાબ સાચો પડ્યો હતો.
હવે રચિતની સામે એક કરોડ રૂપિયા માટે સવાલ આપ્યો. પરંતુ રચિત આ સવાલના જવાબને લઈને શ્યોર નહોતો એટલે તેણે 50-50 લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો અને તેનો જવાબ ખોટો પડ્યો હતો. જેને કારણે તે એક કરોડ રૂપિયાથી નીચે આવીને પાંચ લાખ રૂપિયા પર પહોંચી ગયો હતો.
બિગ બી પણ રચિતની હારથી દુઃખી થઈ ગયા હતા અને તેમણે તેને કહ્યું કે જો તમે ગેમ ક્વીટ કરી દીધી હોત તો સારું થયું હોત, કારણ કે તમારો જવાબ ખોટો છે. આ સાંભળીને રચિતની પત્ની પણ દુઃખી થઈ ગઈ હતી અને બિગ બીએ રચિતને કહ્યું કે આજ હમકો નીંદ નહીં આયેગી, હમકો બહોત બુરા લગ રહા હૈ…
જોકે, આ પહેલી વખત નથી કે બિગ બી આ રીતે સ્પર્ધકના હાર્યા બાદ દુઃખી થઈ ગયા હોય. તેઓ સ્પર્ધક જ્યારે સારી રીતે રમતા રમતા હારી જાય તો તેઓ ખૂબ જ વ્યથિત થઈ જાય છે અને અનેક વખત તેઓ સ્પર્ધકને ઈનડાયરેક્ટલી હિન્ટ પણ આપતાં હોય છે કે તેમણે આગળ ના રમવું જોઈએ નહીં તો તેમનું નુકસાન થઈ શકે છે.
આપણ વાંચો: સોનાક્ષી સિન્હાએ પરિવાર સાથે નવા ઘરમાં મનાવી દિવાળીઃ જુઓ તસવીરો



