આ ઉંમરે પણ આ અભિનેતા છે યુવતીઓના ફેવરીટ, યુવાનીયાઓ તો બળી ને ખાખ થી જશે
81 વર્ષની ઉંમરે પણ ફીટ એન્ડ ફાઈન રહેનારા સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Abhitabh Bachhan)પોતાની યુવાનીમાં તો કરોડો યુવતીના દિલ પર રાજ કરતા હતા, પણ આ ઉંમરે પણ યુવતીઓ તેમના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ યુવાનીયાઓને પણ ઈર્ષા આવી જાય તેવું ફેન ફૉલોઈંગ બીગ બીનું છે.
આવું કંઈક ફરી કેબીસી (KBC)ના સેટ પર થયું. એક સ્પર્ધક બચ્ચન સાહેબના વખાણ કરતી કરતી તેમની સાથે ફ્લર્ટ કરવા માંડી અને પછી બીગ બી પણ હળવા મૂડમાં આવી ગયા. કેબીસી 16માં ભાગ લેવા માટે આવેલી સાક્ષી પંવાર નામની રાજસ્થાની યુવતીએ બચ્ચનને હેન્ડસમ કહ્યા હતા અને તેના વખાણ કરતી ગઈ હતી. બચ્ચનના ચહેરો પણ એક સમયે તો શરમથી લાલ થયો હતો, પણ પછી તેમણે પણ યુવતી સાથે ફ્લર્ટ કરવાનું શરૂ દીધું હતું. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે અને આજે પણ બીગ બી પ્રત્યે લોકોનું ગાંડપણ કેટલું છે તે જોઈ શકાય છે.
બીગ બી છેલ્લે કલ્કિ 2898 એડીમાં દેખાયા હતા. હજુ તેઓ એટલા જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. નિર્માતાઓ તેમને સાઈન કરવા આજે પણ તેમના ઘર બહાર લાઈન લગાવે છે. એટલે તો એ કહેવાય છે સદીના મહાનાયક. તમે પણ જૂઓ વીડિયો.