KBCમાં બિગ બીની સામે હોટ સીટ પર બેસવા વર્ષોથી મહેનત કરી રહ્યો હતો જાણીતો સિંગર, પોસ્ટ કરીને કહ્યું…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની 17મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. આ શો પર બિગ બી સ્પર્ધકો સાથે પોતાના અનુભવો, વાતો અને લાગણીઓ શેર કરતાં રહે છે. ગયા અઠવાડિયે લાફ્ટર સ્પેશિયલ, ત્યાર બાદ ફેમિલી મેન થ્રી વેબ સિરીઝની સ્ટાર કાસ્ટ અને હવે ઈન્ડિયન આઈડલના જજ વિશાલ દદલાની પણ શો પર ગેસ્ટ તરીકે પહોંચ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશાલે જણાવ્યું હતું કે આજે તેનું 25 વર્ષ જૂનું સપનું સાકાર થયું છે.
ઈન્ડસ્ટ્રીની અંદરની વાત કરીએ તો કૌન બનેગા કરોડપતિ-17માં વિશાલ દાદલાની અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસશે. વિશાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કેબીસીમાં આવવું એ તેના માટે સપનું સાકાર થવા સમાન છે. એટલું જ નહીં સિંગરે તો એ ક્ષણોને પણ યાદ કરી હતી જ્યારે આ શો પર આવવા માટે તેમણે મેસેજ મોકલ્યા હતા.
વિશાલે શેર કરેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં તેણે લખ્યું હતું કે આ 25 વર્ષ જૂનું સપનું સાકાર થઈ ગયું. હું હંમેશાથી કૌન બનેગા કરોડપતિમાં આવવા માંગતો હતો. હું મેસેજ મોકલતો હતો અને ટીવી પર ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ગેમ પણ રમતો હતો અને પૂરા પ્રયાસો કરતો હતો. આખરે હું આજે આ શો પર પહોંચી ગયો.
વિશાલે સોની ટીવીને હોટસીટ પર બેસાડવા માટે આભાર માન્યો હતો અને આ સાથે સાથે તેમણે અમિતાભ બચ્ચનનો પણ આભાર માન્યો હતો. વિશાલ અને બિગ બીનો ફોટો જેવો સોશિયલ મીડિયા પર સામે આવ્યો કે લોકોના રિએક્શન પણ સામે આવવા લાગ્યા હતા. ફરાહ ખાને આ ફોટો પર રિએક્ટ કરતાં લખ્યું હતું કે આશા કરું છું કે તું થોડા પૈસા પણ જિત્યો હશે. જેના પર વિશાલે રિએક્ટ કરતાં લખ્યું હતું કે મને લાગે છે આ પૈસા એવા ઉદ્દેશ માટે છે જેને તમે એક્સેપ્ટ કરશો ફરાહ.
ફેન્સ પણ વિશાલના આ ફોટો પર લાઈક્સ અને કમેન્ટ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને આ સિદ્ધિ માટે શુભેચ્છા પણ આપી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે બે દિગ્ગજોને એક સાથે જોવા ખરેખર ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ રહેશે. તમારી જાણ માટે કે આ શો 20મી નવેમ્બરના ઓન એર થશે.
આ પણ વાંચો…મને તમારી આ ફિલ્મ પસંદ નહોતી: KBC 17માં દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનને મોંઢા પર સંભળાવી દીધું



