મનોરંજન

Ambani’sની પાર્ટીમાં Katy Perry પર્ફોર્મ કરશે, લેશે આટલી અધધધ ફી… Popstar Rihannaને મૂકશે પાછળ?

ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Mukesh Ambani) હાલમાં પોતાના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)ની તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ હાલ તો આ લગ્ન પહેલાં આખો અંબાણી પરિવાર (Ambani Family) પ્રિ-વેડિંગ પાર્ટી હોસ્ટ કરવામાં વ્યસ્ત છે અને આ પાર્ટીને લઈને ક એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે.

મળી રહેલી માહિતી પ્રમાણે અંબાણી પરિવાર દ્વારા આ પાર્ટીમાં દુનિયાભરથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા વચ્ચે જ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ક્રૂઝ પર થનારી આ પ્રિ-વેડિંગ સેરેમનીમાં આજે એટલે કે 31ની મેના કેટી પેરી (Katy Perry) પોતાના અવાજનો જાદૂ ચલાવવાની છે. આજે સાંજે એક મસ્કેરેડ બોલમાં પર્ફોર્મન્સ આપવા માટે કેટી પેરી ફ્રાન્સના કાન ખાતે જઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં જામનગર ખાતે યોજાયેલા સેલિબ્રેશનમાં પોપસ્ટાર રિહાના (Popstar Rihanna)એ પર્ફોર્મન્સ આપ્યું હતું અને એ સમયે તેણે એક પર્ફોર્મન્સ માટે 74 કરોડ રૂપિયાની ફી વસૂલી હતી. હવે કેટી પેરી અંબાણીઝને એક પર્ફોર્મન્સ માટે કેટલો ચાર્જ કરે છે એ જોવું રહ્યું…

આ પણ વાંચો : 640 કરોડનો વિલા અને 450 કરોડનો નેકલેસ, અનંત-રાધિકાને નીતા અંબાણીએ આપી ભેટ

સૂત્રો દ્વારા મળી રહેલી ઈન્ફોર્મેશન અનુસાર કેટી પેરી (Katy Perry)ને લાખો ડોલરનો ચેક આપવામાં આવ્યો છે. જોકે, કેટલા લાખ ડોલર એ વિશે કંઈ ફોડ પાડવામાં આવ્યો નથી. આ પાર્ટી આજે સાંજે કાન ખાતે થશે અને આ પાર્ટી માત્ર પાંચ કલાક સુધી ચાલશે.

મીડિયા રિપોર્ટ અનુસાર અંબાણી પરિવાર (Ambani Family) એક સેલિબ્રિટી એજ ક્રુઝ પર અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની ઊજવણી (Anant-Radhika Pre Wedding Party) કરી રહ્યું છે જેમાં 800 જેટલા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ક્રુઝની કિંમત 900 મિલિયન અમેરિકન ડોલર એટલે કે આશરે 7,500 કરોડ રૂપિયા છે.

ભાઈ અંબાણીઝ છે, આટલો દબદબો તો હોવાનો જ ને! વાત કરીએ અનંત અને રાધિકાના લગ્નની તારીખ વિશે તો એની તારીખ પણ પણ સામે આવી ગઈ છે. બંનેના લગ્ન 12મી જુલાઈના મુંબઈમાં લગ્ન થશે અને 14મી જુલાઈના રિસેપ્શન યોજાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button