મનોરંજન

Katy Perry એ ધરતી પર આવતા જ કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ…

પોપ સિંગર કેટી પેરી અંતરિક્ષમાં ગઈ હતી અને 11 મિનિટ બાદ જ્યારે ધરતી પાછી ફરી ત્યારે તેણે ઈતિહાસ રચી દીધો હતો. ધરતી પર પાછી ફરીને કેટી પેરી ખૂબ જ ખુશ લાગી રહી હતી અને તેણે આ સમયે પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. પોપ સિંગર કેટી પેરીએ ઈતિહાસ રચી દીધો છે. તે પોતાના આ શાનદાર મિશનને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહી છે. કેટી પોતાની વુમન ટીમ સાથે સ્પેસમાં ફરવા જઈ ગઈ હતી અને તે ધરતી પર પાછી ફરી છે. ધરતી પર પાછા ફરતાં જ કેટી પેરીએ એવું કંઈક કામ કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું કર્યું કેટી પેરીએ…

કેટી પેરી એવી પહેલી સિંગર બની ગઈ છે જેણે સ્પેસની સફર કરી હોય. સ્પેસમાંથી ધરતી પર જેવું કેટીનું કેપ્સ્યુલ લેન્ડ થયું કે તેણે એવું કામ કર્યું કે જે જોઈને તમામ લોકો ઈમોશનલ થઈ ગયા હતા. કેટીનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. કેટીએ ધરતી પર પાછા ફરતાં જ પહેલાં ફૂલને અને બાદમાં ધરતીને કિસ કરી હતી. કેટીએ સફર જતા પહેલાં જ કહ્યું હતું કે બાળપણથી જ સ્પેસમાં જવાનું તેનું સપનું હતું. કેટી પેરી પોતાની ચાર વર્ષની દીકરી ડેઝીની ખૂબ જ નજીક છે. તે એને સાથે લઈ જઈ શકે એમ નહોતી એટલે તે પોતાની સાથે રિયલ ડેઝીનું ફૂલ લઈને ગઈ હતી.

11 મિનિટની સ્પેસની સફર બાદ જ્યારે કેટી ધરતી પર અવતરી ત્યારે તેણે સૌથી પહેલાં ફૂલને કિસ કર્યું અને બાદમાં ધરતીને કિસ કર્યું. કેટીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે મને લાગે છે આ અનુભવે મને શિખવાડ્યું છે કે તમે તમારા અંદરના પ્રેમને ક્યારેય નથી ઓળખી શકતા. જેમ તમે કોને કેટલો પ્રેમ કરો છો અને કોને કેટલો પ્રેમ આપવો જોઈએ.

કેટી પેરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને તેના પર લોકો લાઈક અને કમેન્ટ્સ કરીને વ્હાલ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે માનવતાના ઈતિહાસમાં માત્ર એક જ કેટી પેરી છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ક્વીન પાછી ઘરે આવી ગઈ છે. કાશ હું પણ જઈ શકત.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટીની સાથે જેફ બેઝોસની ફિયોન્સે લોરેન સાંચેજ, ટીવી પ્રેઝેન્ટર ગેલ કિંગ, માનવાધિકાર કાર્યકર્તા અમાંડા ગુયેન, ફિલ્મ મેકર કેરિયન ફ્લિન અને નાસાની પૂર્વ રોકેટ સાઈન્ટિસ્ટ આઈશા બોવે પણ ગયા હતા. આ સમયે તમે બ્લ્યુ કલરના સ્પેશિયલી ડિઝાઈન કરેલા સૂટ પહેર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button