Viral Video: લાઈવ પર્ફોર્મન્સ દરમિયાન પડતાં પડતાં બચી જાણીતી સિંગર, પણ…

અમેરિકન પોપ સિંગર કેટી પેરીની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે. પરંતુ આ કેટી પેરી સાથે જ હાલમાં જ તેણે આપેલા એક પર્ફોર્મન્સ દરમિયાન કંઈક એવું થયું હતું કે સિંગર માટે તે એક ડરામણો અનુભવ સાબિત થયો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. કોન્સર્ટ દરમિયામ સિંગર પડતાં પડતાં બચી ગઈ હતી અને મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ હતી. જોકે, આ સમયે સિંગરે પોતાની જાતને સંભાળીને પણ પર્ફોર્મન્સ ચાલું જ રાખ્યું હતું, જેને કારણે ફેન્સ તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. ચાલો તમને જણાવીએ શું છે આખી સ્ટોરી-
મળતી માહિતી પ્રમાણે સાન ફ્રાન્સિસકોમાં ચાલી રહેલાં લાઈફટાઈમ્સ ટૂર દરમિયાન સિંગર એક મોટા પતંગિયાના આકારના પ્રોપ પર બેસીને પર્ફોર્મ કરી હતી અને એ જ સમયે અચાનક પ્રોપમાં કંઈક ટેક્નિકલ એરર થયું હતું.
આપણ વાંચો: આવતીકાલે મુંબઈમાં પોપ સિંગર દુઆ લિપાનો કોન્સર્ટ, ટ્રાફિક પોલીસની એડવાઈઝરી જાણો?
જેને કારણે હવામાં ઝૂલી રહેલો આ પ્રોપે બેલેન્સ ગુમાવ્યું હતું અને સિંગર પડતાં પડતાં બચી ગઈ હતી. પરંતુ કેટી પેરીએ ડરવાને બદલે પોતાનું સિંગિંગ ચાલુ જ રાખ્યું હતું. ફેન્સ તેના પ્રોફેશનલિઝમના વખાણ કરી રહ્યા છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ કેટલાક ફેન્સ કેટી પેરીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી તો કેટલાક લોકો તેના પ્રોફેશનલિઝમને લઈને વખાણ કર્યા હતા.

આપણ વાંચો: જાણીતી પોપસ્ટારની રાજસ્થાનમાં મોજ, તસવીરો વાઈરલ
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કેટીએ સાબિત કરી આપ્યું છે કે અસલ કલાકારને તેની આસપાસની સ્થિતિથી ખાસ કોઈ ફરક પડતો નતી. બીજા એક યુઝરે લખ્યું હતું કે સ્ટેજ પર આટલી મોટી ગડબડ થઈ છતાં પણ એકદમ શાંતિથી પોતાનું કામ ચાલું રાખ્યું. આવા પ્રોફેશનલ્સને સલામ…
જોકે, કેટલાક લોકોએ એવી સલાહ પણ આપી હતી કે હવે સમય આવી ગયો છે કે કલાકારોએ સ્ટેજ પર ઊભા રહીને જ પર્ફોર્મ કરવું જોઈએ. પહેલાં બિયોન્સે અને હવે કેટી પેરી… લાગે છે કે પોપસ્ટારે હવે આવા કોઈ પણ એક્સપરિમેન્ટ ના કરવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના થોડાક સમય પહેલાં કેટી પેરી અને એક્ટર ઓરલેન્ડો બ્લુમના સંબંધોમાં આવેલી તિરાડના સમાચાર સામે આવ્યા હતા. બંને જણે 9 વર્ષની રિલેશનશિપ બાદ આખરે બ્રેકઅપની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતું કે બંને જણ સાથે મળીને બાળકોના ઉછેર પર ધ્યાન આપવા માંગે છે.