કેટરિના કૈફ અને વિકી કૌશલના જીવનમાં થઈ કોઈ ત્રીજાની એન્ટ્રી? લગ્નના ચાર વર્ષે કપલ…

હેડિંગ વાંચીને જો તમે એવું વિચારી રહ્યા હોવ કે બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું તો એવું નથી. આ તો અહીં વાત થઈ રહી છે કે કપલ હવે બેમાંથી ત્રણ થવા જઈ રહ્યું છે એટલે કે ટૂંક સમયમાં જ કપલના ઘરે નાનકડા મહેમાનનું આગમન થવા જઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર લગ્નના ચાર વર્ષે કેટરિના કૈફ માતા અને વિકી પપ્પા બનવા જઈ રહ્યો છે. જોકે, કપલે હજી સુધી આ બાબતે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી. કેટરિના લાંબા સમયથી ફિલ્મથી દૂર છે અને સોશિયલ મીડિયા પર પણ તે અલપ ઝલપ જ દેખાઈ રહી છે. હાલમાં જ કેટરિના અલીબાગમાં સ્પોટ થઈ હતી જ્યાં તે ઓવરસાઈઝ આઉટફિટમાં જોવા મળી હતી.

કેટરિના કૈફ અને વિકી કૌશલના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર કેટરિનાની પ્રેગ્નન્સી કન્ફર્મ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં કપલ ગૂડ ન્યુઝ આપી શકે છે. કેટરિનાની પ્રેગ્નન્સીને લઈને લાંબા સમયથી અલગ અલગ અટકળો સાંભળવા મળી રહી છે. પણ હજી સુધી વિકી અને કેટે આ બાબતે ચૂપકીદી સેવી રાખી છે.
બંનેના નજીકના સૂત્રોએ કન્ફર્મ કર્યું છે કે કેટરિનાની ડ્યૂ ડેટ ઓક્ટોબર કે નવેમ્બર હોઈ શકે છે. જોકે, આ બાબરે પરિવાર દ્વારા પણ કોઈ સત્તાવાર નિવેદન નથી આપવામાં આવ્યું. એક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ડિલિવરી બાદ કેટરિના કૈફ એક લાંબા મેટર્નિટી બ્રેક પર જઈ શકે છે.
કેટરિના કૈફની પ્રેગ્નન્સીની વાતો પહેલી વખત નથી સામે આવી. આ પહેલાં પણ અનેક વખત આવી વાતો સામે આવી ચૂકી છે. વિકી કૌશલની ફિલ્મ બેડ ન્યૂઝ સમયે પણ કેટરિના ગર્ભવતી છે એવી વાતો થઈ રહી હતી, પરંતુ એ સમયે વિકીએ જણાવ્યું હતું કે હાલ તો બેડ ન્યુઝ એન્જોય કરો, જયારે ગુડ ન્યૂઝ આવશે તો અમે ચોક્કસ શેર કરીશું તમારા સાથે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિના છેલ્લે 2024માં આવેલી ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળી હતી, જેમાં તેની સાથે સાઉથના સુપર સ્ટાર વિજય સેતુપતિ પણ જોવા મળ્યા હતા. આ સિવાય રાધિકા આપ્ટે, સંજય કપૂર અને અદિતી ગોવિત્રીકર જેવા દિગ્ગજ કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો…હવે વિકી કૌશલ અને કેટરિનાના ઝઘડા બહાર આવ્યા, જાણો શું છે મામલો?