Mahakumbh: કેટરિના કૈફે પણ ત્રિવેણી સંગમ ખાતે કર્યું સ્નાન, તસવીરો વાઈરલ…

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પૂરો થવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે બોલીવુડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ અને પ્રીતિ ઝિંટા પણ પહોંચી હતી. આજે વિજયા એકાદશીના અવસર પર અક્ષય કુમારે અગાઉ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. હવે અભિનેત્રી કેટરિના કૈફે તેની સાસુ વીણા કૌશલ સાથે સ્નાન કર્યું હતું. તેને પહેલા પૂજા કરી હતી, ત્યારબાદ દૂધથી ગંગાજીનો અભિષેક કર્યો હતો. તેમણે મંત્રોચ્ચાર વચ્ચે શ્રદ્ધાથી ડૂબકી મારી હતી.
Also read : કહાની કોન્ટ્રોવર્સી ક્વીનનીઃ ૩ વર્ષની રિલેશનશિપ પછી લગ્ન ૧૨ દિવસથી વધુ ટક્યા નહીં, કોણ હતી?
કેટરિના કૈફ અને વીણા કૌશલ પ્રયાગરાજ મહાકુંભમાં આવ્યા તે પહેલા વિકી કૌશલ પણ આવ્યો હતો. તેની ફિલ્મ ‘છાવા’ના પ્રમોશન માટે એક શહેરથી બીજા શહેરમાં જતો હતો. છતાં તે આ મહા ઉત્સવમાં આવવાનું ચૂક્યો નહોતો. તેમણે સંગમમાં ડૂબકી મારીને પોતાની હાજરી નોંધાવી હતી.
હવે અભિનેત્રીએ તેની સાસુ સાથે પહોંચીને બધાને ચોંકાવી દીધા છે. વાઈરલ વીડિયોમાં તે અને વીણા કૌશલ પહેલા દૂધ અને ફૂલોથી ગંગા મૈયાનો અભિષેક કરી રહ્યાં છે અને તે પછી તેમણે મંત્રોચ્ચાર વચ્ચે ડૂબકી મારી હતી ત્યાર બાદ બંનેએ સૂર્યદેવતાને જળ અર્પણ કર્યું હતું. માતાને નમસ્કાર કર્યા અને પછી ત્યાંથી રવાના થયા હતા.
હવે આ ફોટા અને વીડિયો જોઈને દરેક લોકો વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો ‘હર હર મહાદેવ’ કહી રહ્યા છે તો કેટલાક અભિનેત્રીને સનાતની કહી રહ્યા છે. એકે લખ્યું, ‘સનાતની કેટરીના કૌશલ.’ એકે લખ્યું, ‘હવે તે કેટરિના કૌશલ લાગે છે.’ એકે લખ્યું હતું કે, ‘દીકરો માંગવા માટે ડૂબકી મારી હતી .’ બીજાએ લખ્યું હતું કે ‘સનાતન સંસ્કૃતિમાંથી ન હોવા છતાં કેટરીના સનાતન ધર્મ ખૂબ સારી રીતે નિભાવી રહી છે.’ જ્યારે કેટલાકે પૂછ્યું, ‘વિકીજી ક્યાં છે?’
Also read : 44 વર્ષની આ ટીવી એક્ટ્રેસે કર્યો એવો ગજબનો ડાન્સ, વીડિયો થયો વાઈરલ…
અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ મહાકુંભમાં પહોંચી હતી. તેણે પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં તે કપાળ પર ચંદન લગાવીને સેલ્ફી લઈ રહી છે. કેપ્શનમાં લખ્યું હતું કે, ‘બધા રસ્તા મહાકુંભ તરફ જાય છે. સત્યમ શિવમ સુંદરમ.’ આ જોઈને લોકો ખુશ થઈ ગયા હતા.