રેડ ડ્રેસમાં કેટ શર્માએ સોશિયલ મીડિયા પર લગાવી આગ

મુંબઈઃ ટીવી અભિનેત્રી કેટ શર્મા પોતાની બોલ્ડ અને હોટનેસ માટે જાણીતી છે, જ્યારે પોતાની સ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર લોકોને ક્રિસમસને શુભેચ્છા આપતી તસવીરો મૂકીને ઈન્ટરનેટ પર આગ લગાવી હતી.

તેના રેડ કલરના ડ્રેસને જોઈને લોકો દંગ રહી ગયા હતા, જ્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ ફોટોગ્રાફને જોઈને લોકોએ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી હતી. અમુક લોકોએ તેની સુંદરતાની જોરદાર પ્રશંસા કરી હતી. કેટ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર લોકોને ક્રિસમસની શુભેચ્છા આપી હતી, જ્યારે તેના પર સેંકડો લોકોએ કમેન્ટ કરી હતી.

રેડ કલરના સિઝલિંગ આઉટફીટમાં જોવા મળેલી કેટ શર્માએ વાળને ખુલ્લા રાખવા સાથે ગ્લોઈંગ મેકઅપમાં જોવા મળી હતી. એક પછી એક કિલર પોજ આપીને લોકોને મંત્રમુગ્ધ કરી નાખ્યા હતા.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કેટ શર્મા ભોજપુરી અભિનેત્રી છે, જ્યારે તેના કિલર લૂકને કારણે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી રહે છે. તેના ફોટોગાફ પણ ઝડપથી વાઈરલ થાય છે, જ્યારે તેના ફેન એન્ડ ફોલોઅર્સની સંખ્યા પણ ત્રણ મિલિયનથી વધારે છે. આ ઉપરાંત, તે 2,900થી વધુ ફોટોગ્રાફ યા વીડિયો પોસ્ટ કરીને લાઈમલાઈટમાં આવી છે.

કેટ શર્મા ટેલિવિઝનની અભિનેત્રી છે, જ્યારે રુહદાર (2021), કુછ તો ઝરુરી હૈ, બીઈંગ સાયકો સહિત અન્ય ફિલ્મોમાં પણ કામ કરીને પણ તેને નામ કમાવ્યું છે. મૂળ મુંબઈની 24 વર્ષીય અભિનેત્રી કમ મોડલ કેટ શર્મા સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર છે.