મનોરંજન

ગોવિંદાને ગોળી વાગી તો દુશ્મની ભૂલાવી પહોંચી ગઇ કાશ્મીરા શાહ

અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગ્યાના સમાચાર સાંભળીને કાશ્મીરા શાહ હોસ્પિટલ દોડી ગઈ હતી, ઓસ્ટ્રેલિયાથી ભત્રીજા કૃષ્ણા અભિષેકે પણ તેની તબિયત પૂછી હતી. કાશ્મીરા શાહ ગોવિંદાના ભત્રીજા કૃષ્ણા અભિષેકની પત્ની છે. ગોવિંદા કાશ્મીરાના મામા સસરા થાય છે. કાશ્મીરા શાહ તેના મામા અને સસરા ગોવિંદાને મળવા હોસ્પિટલ પહોંચી હતી. અને તેનો વીડિયો સામે આવ્યો છે. જોકે, કૃષ્ણા અભિષેક હાલમાં ઑસ્ટ્રેલિયામાં છે, તેથી તેઓ આવી શક્યા નહોતા, પણ તેમણે ઓસ્ટ્રેલિયાથી ફોન કરીને ગોવિંદાની તબિયતની પૃચ્છા કરી હતી

કૃષ્ણા અભિષેક-કાશ્મીરા શાહ અને ગોવિંદા- સુનીતા આહુજા વચ્ચે ઘણા સમયથી અણબ ચાલી રહ્યો છે. ગોવિંદા તેના ભત્રીજાથી ગુસ્સે છે.તેમની વચ્ચે બોલવા ચાલવાનો પણ વહેવાર નથી, પરંતુ આ મુશ્કેલ સમયમાં, કાશ્મીરા બધું ભૂલી જઇને તેના મામાસસરાને મળવા હોસ્પિટલ પહોંચી ગઇ હતી.

મળતી માહિતી મુજબ ગોવિંદાને કોલકાતા જવાનું હતું અને તે પહેલા તે પોતાની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરીને તબાટમાં રાખી રહ્યો હતો, ત્યારે હાથમાંથી રિવોલ્વર નીચે પડી ગઇ હતી.ગોવિંદા એને ઉઠાવવા ગયા ત્યારે ભૂલમાં તેમણે ટ્રિગર દબાવી દીધી અને ધાંય ગોવિંદાને ઘૂંટણમાં ગોળી વાગી ગઇ હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની સર્જરી કરવામાં આવી છે. ગોવિંદાએ પોતે ચાહકો માટે નિવેદન જારી કરીને કહ્યું છે કે ગોળી કાઢી નાખવામાં આવી છે.

આ પણ વાંચો :Breaking News: અભિનેતા Govinda પગમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત

ગોવિંદાના મેનેજર અને તેની પુત્રીના નિવેદનો પહેલા જ આવી ચૂક્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે ગોવિંદા ખતરાની બહાર છે અને તેને વાગેલી ગોળી સર્જરી દ્વારા કાઢી નાખવામાં આવી છે. આ પછી ગોવિંદાએ વોઈસ રેકોર્ડિંગ દ્વારા ફેન્સને હેલ્થ અપડેટ આપ્યું હતું. ધ્રૂજતા અવાજે ગોવિંદાએ કહ્યું હતું કે, “નમસ્કાર, પ્રણામ. હું ગોવિંદા છું. તમારા બધાના આશીર્વાદ, તમારા માતા-પિતાના આશીર્વાદ અને ગુરુની કૃપાથી જે ગોળી વાગી હતી તે હવે દૂર નીકાળી દેવામાં આવી છે. હું અહીંના ડોકટરોનો આભાર માનું છું અને તમારી પ્રાર્થનાઓ માટે તમામનો આભાર માનું છું. શુભેચ્છાઓ.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button